Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

૫ કિલોનો ગેસ સિલિન્ડર : હાથોહાથ લઇ જાવ : એડ્રેસ-પ્રુફની પણ જરૂર નથી

નવી દિલ્હી તા. ૧ : ઓઈલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને (IOC) ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. કંપનીના મતે હવે કોઈપણ ગ્રાહક ૫ કિલોનો રસોઈ ગેસ સિલિન્ડર હાથો-હાથ ખરીદી શકે છે. એટલે કે ગ્રાહક પૈસા જમા કરાવતા જ ૫ કિલોનો રસોઈ ગેસ મળી જશે. હવે ગ્રાહકોને રાહ જોવાની જરુર પડશે નહીં.કયાંથી ખરીદી કરી શકો સિલિન્ડર - IOCએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગ્રાહક પોતાના શહેરમાં ઇંડેનના કોઈપણ ડિસ્ટ્રીબ્યૂટર કે પોઇન્ટ સેલ પર જઈને ૫ કિલોનો રસોઈ ગેસ સિલિન્ડર ખરીદી શકે છે. તે પણ તરત જ.આઇઓસીની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે દિલ્હીમાં ૫ કિલોવાળા સિલિન્ડરની કિંમત સબસિડી વગર ૩૪૦ રૂપિયા છે. કંપનીના મતે ગ્રાહક ઇન્ડેનના કોઇપણ સેલિંગ પોઇન્ટ પર ૫ કિલોનો રસોઇ ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકે છે.(૨૧.૨૯)

 

(3:24 pm IST)