Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

નવેમ્બરમાં ક્રૂડના ભાવમાં 21 ટકાનું ગાબડું :દાયકાનો સૌથી મોટો કડાકો

ઓક્ટોબર બાદ સતત બીજા મહિને ઘટતા ભાવ :આગામી સપ્તાહે વિયેનામાં ઓપેકની બેઠક

નવી દિલ્હી :ક્રૂડના ભાવ નવેમ્બર મહિનામાં 21 ટકા તૂટ્યા હતા અને છેલ્લા એક દાયકાનો આ સૌથી મોટો ઘટાડો છે વૈશ્વિક સ્તરે માલ ભરાવાની સ્થિતિ અને ટ્રેડ વોરને કારણે વૈશ્વિક ગ્રોથ ધીમો થવાની દહેશત વચ્ચે ક્રૂડના ભાવ સતત દબાણમાં રહ્યા છે. નવેમ્બરમાં સતત બીજા મહિને ક્રૂડના ભાવ ઘટ્યા હતા જે ઓક્ટોબરના ઘટાડા કરતાં અનેક ગણા વધુ ઝડપે ઘટ્યા હતા. આગામી સપ્તાહમાં વિનેયામાં ઓપેકની બેઠક છે અને તૂટતા ભાવને અટકાવવા માટે સાઉદી સાથે રશિયા ઉત્પાદન કાપ મૂકવા માટે હાથ મેળવે તેવી સંભાવનાને કારણે છેલ્લા કેટલાક દિવસથી ક્રૂડના ભાવ તૂટતા અટક્યા હોવા છતાં હજી આંતરપ્રવાહ સ્થિર થયો નથી એમ એનાલિસ્ટોનું કહેવું છે.

 ઓક્ટોબરમાં ક્રૂડના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ટોચથી 30 ટકા તૂટ્યા છે જયારે નવેમ્બરમાં જ 21 ટકા ઘટ્યા હતા 2015માં જોવાયેલા ઘટાડા પછીનો છેલ્લા બે મહિનાનો આ સૌથી ઝડપી ઘટાડાનો તબક્કો રહ્યો છે.

  જાણકારોના માનવા મુજબ ક્રૂડમાં ઓવરસપ્લાયની પણ ચિંતા રહી છે અને તેને કારણે ટૂંકા ગાળામાં તેની અસર જોવા મળે ઓપેકની બેઠક પર બજારની નજર રહી છે જેમાં ક્રૂડના ઘટતા ભાવને અટકાવવા માટે વધુ ઉત્પાદન કાપની વિચારણા કરવામાં આવે.તેમ મનાય છે

  ઉપરાંત સાઉદી દ્વારા ડિસેમ્બરથી ક્રૂડના ઊત્પાદન પર દૈનિક પાંચ લાખ બેરલ્સનો કાપ મૂકવાનો નિર્ણય અમલી કરવામાં આવે છે કે કેમ તેની પર પણ ભાવની ચાલનો આધાર રહેશે. હાલ ઉત્પાદન કાપની આશાએ બ્રેન્ટ બેરલદીઠ 60 ડોલર અને ડબલ્યુટીઆઈ બેરલદીઠ 51 ડોલર આસપાસ ટ્રે્ડ થઈ રહ્યા છે.

(10:41 am IST)