Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ધોળકાના નાની બોરુ ગામે કોમી એકતાનું ઉદાહરણ મુસ્લિમ ભાવિક દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઈ

હબીબભાઈ હાલાણીએ ગામના સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા યોજી

ધોળકાના નાની બોરૂ ગામે એક મુસ્લિમ શ્રંધ્ધાળુએ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા યોજી હતી જેમાં વિશ્વાનંદમયી દેવી દ્વારા કથાૃમત ખાત કરાવાયું હતું ગુરૂવાર તા. રરથી બુધવાર તા. ર૮ દરમિયાન નાની બોરૂ ગામે એક મુસ્લિમ શ્રધ્ધાળું કે જેઓએ અલગ - અલગ સ્થાનો પર ૧પ જેટલા મંદિરોનું નિર્માણ કરેલું છે તે હબીબભાઈ હાલાણીએ ગામના સર્વપિતૃ મોક્ષાર્થે શ્રિમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યુ અને ગામમાં ધાર્મિક સામાજીક એકતા માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું

વ્યાસપીઠ પરથી વિશ્વાનંદમયી દેવી (શિવકુંજ આશ્રમ જાળિયા) દ્વારા વિવિધ પ્રસંગોની ભક્તિભાવ સાથે ઉઝવણી કરીને ભાગવત કથામૃત પાન કરાવાયું ગામના તમામ જ્ઞાતિ જાતિના આગેવાનો સહિત આજુબાજુના ગામોના શ્રધ્ધાળુઓને લાભ લીધો હતો.

(12:00 am IST)