Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

‘‘સેવા USA'': અમેરિકાના કેલિફોર્નિયામાં સેવા બે એરીયાના ઉપક્રમે ૨ ડિસેં.ના રોજ એન્‍યુઅલ બેન્‍કવેટઃ વોલન્‍ટીયર્સ તથા કોમ્‍યુનીટી લીડર્સનું બહુમાન કરી પ્રોત્‍સાહિત કરાશેઃ ઉદબોધન, પેનલ ડીસ્‍કશન, તથા સેવા એક્ષલન્‍સ એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ‘‘સેવા બે એરીયા''ના ઉપક્રમે ૨ ડિસેં. શનિવારના રોજ વોલન્‍ટીઅર્સ તથા કોમ્‍યુનીટી લીડર્સને સન્‍માનવા વાર્ષિક બેન્‍કવેટનું આયોજન કરાયું છે.

ઓકાર્ડ સીટી બેન્‍કવેટ હોલ ૧W, કેમ્‍પબેલ એવન્‍યુ, કેમ્‍પબેલ, કેલિર્ફોનિયા મુકામે યોજાનાર આ ચેરીટી વાર્ષિક ડિનરના પ્રોગ્રામનો સમય સાંજે ૬-૩૦ થી રાત્રિના ૯-૩૦ સુધીનો રાખવામાં આવ્‍યો છે.

આ પ્રસંગે મુખ્‍ય વકતા તરીકે સિએરા એટલાન્‍ટીકના ફાઉન્‍ડર તથા પૂર્વ ઘ્‍ચ્‍બ્‍ શ્રી રાજુ રેડ્ડી ઉદબોધન કરશે. ઉપરાંત હાઉ ટુ પ્રમોટ વોલન્‍ટરીઝમ ઇનએ કોર્પોરેશન ટુ બ્રીંગ પ્રોઝીટીવ ચેન્‍જ ઇન સોસાયટી વિષય ઉપર ઇન્‍ડસ્‍ટ્રી પેનલ ડીસ્‍કશનનું તથા ઇન્‍પોર્ટન્‍સ ઓફ યુથ પાર્ટીસીપેશન ઇન કોમ્‍યુનીટી સર્વિસ વિષય ઉપર યુથ પેનલ ડીસ્‍કશનનું આયોજીત કરાયું છે તેમજ લીડ એન્‍ડ ગેટ ઇન્‍સ્‍પાયર્ડ પ્રોગ્રામ અંતર્ગત અનુભવોની આપલે કરાશે અને વોલન્‍ટીયર્સના બહુમાન માટે તેઓને ‘‘સેવા એક્ષલન્‍સ  એવોર્ડ''થી સન્‍માનિત કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:44 pm IST)