Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

એલન મસ્કની મોટી જાહેરાત: ટ્વિટર પર બ્લુ ટિક માટે હવે દર મહિને આપવા પડશે 8 ડોલર

ટ્વિટરનો ઉપયોગ કરતા લોકો તેમના એકાઉન્ટની ચકાસણી કરાવી શકશે અને દર મહિને 8 ડોલર ચૂકવીને 'બ્લુ ટિક' મેળવી શકશે

એલોન મસ્કે જાહેરાત કરી હતી કે, ટ્વિટરનો ઉપયોગ કરતા લોકો તેમના એકાઉન્ટની ચકાસણી કરાવી શકશે અને દર મહિને 8 ડોલર ચૂકવીને ‘બ્લુ ટિક’ મેળવી શકશે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે કે “ટ્વિટર પર ની વર્તમાન લોર્ડ્સ એન્ડ પીઝન્ટ સિસ્ટમ જેની પાસે બ્લુ ટિક છે કે નથી તે બકવાસ છે. લોકો પાસે હવે પાવર! બ્લુ ટિક માટે $8/મહિના .” પહેલા ટ્વિટર પર ટ્વિટર દ્વારા ચકાસણી કરીને પછી બ્લુ ટિક મેળવી શકાતી હતી, પણ હવે 8 ડોલર આપીને તમે ટ્વિટર પર બ્લુ ટિક મેળવી શકશો.

  તેમણે ઉમેર્યું હતું કે દેશની ખરીદ શક્તિની સમાનતા મુજબ કિંમતો ગોઠવવામાં આવશે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે એમ પણ ઉમેર્યું હતું કે બ્લુ ટિક ધરાવતા લોકોને બહુવિધ લાભો હશે, જેમાં “જવાબો, ઉલ્લેખો અને શોધમાં અગ્રતા, જે સ્પામ/કૌભાંડને હરાવવા માટે જરૂરી છે, લાંબા વિડિયો અને ઑડિયો પોસ્ટ કરવાની ક્ષમતા અને અડધી જેટલી જાહેરાતો

  અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્વિટર બ્લુ ગયા વર્ષે જૂનમાં વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, કંપનીની પ્રથમ સબ્સ્ક્રિપ્શન સેવા જે વપરાશકર્તાઓને માસિક સબ્સ્ક્રિપ્શન આધારે પ્રીમિયમ સુવિધાઓની વિશિષ્ટ ઍક્સેસ સુવિધા પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે આ સબસ્ક્રિપ્શન સાથે યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે

(12:42 am IST)