Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ગુજરાતમાં હોવા છતાં પીએમ મોદી ઘટનાના દિવસે મોરબી કેમ ન ગયા?TMC નેતાએ ઉઠાવ્યો સવાલ

તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારને તંત્રની નિષ્ફળતા ગણાવી: કહ્યું કે .બંગાળમાં બ્રિજ ધરાશાયી થયો ત્યારે ટીએમસી સરકાર પણ આવી રીતે પડી જશે તેવી ટીપ્પણી કરી હતી :શું કેન્દ્રમાં મોદી સરકાર કે ગુજરાતમાં ભાજપ સરકાર હટશે?

નવી દિલ્હી :  તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારને તંત્રની નિષ્ફળતા જણાવીને સવાલ ઉઠાવ્યા છે. ટીએમસી સાંસદ સૌગતા રાયે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સમગ્ર મામલાની જવાબદારી લેવી જોઈએ. મોરબી બ્રિજ અકસ્માતમાં 130 થી વધુ લોકોના મોત થયા હતા. જો કે આજે પીએમ મોદીએ મોરબીમાં અકસ્માત સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલો સાથે વાતચીત કરી હતી.

ટીએમસી સાંસદ સૌગત રાયે કહ્યું, “જ્યારે પુલનું તાજેતરમાં સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારે કોની પરવાનગી પર તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો. આ તપાસનો વિષય છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં હોવા છતાં, પીએમ મોદી દુર્ઘટના બાદ તરત જ મોરબી ગયા નથી.આ પછી પણ તેઓ જાહેરાત કરી રહ્યા છે.બંગાળમાં બ્રિજ ધરાશાયી થયો ત્યારે ટીએમસી સરકાર પણ આવી રીતે પડી જશે તેવી ટીપ્પણી કરી હતી.કેન્દ્રમાં મોદી સરકાર કે ગુજરાતમાં ભાજપ સરકાર હટશે. તેમણે વધુમાં કહ્યું કે TMC આનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. આ સમગ્ર ઘટનાની જવાબદારી પીએમ મોદીએ લેવી પડશે.

(11:46 pm IST)