Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

કર્ણાટકમાં મોટી દુર્ઘટના: ધાર્મિક ઉત્સવ દરમિયાન રથ ટેમ્પલનો એક ભાગ તૂટીને શ્રદ્ધાળુઓ પર પડ્યો

ટેમ્પલ રથનું એક પૈડું તૂટી જતા તેનું નિયંત્રણ ખોરવાયુ અને તે લગભગ 100 લોકોની ભીડ પર પડ્યુ

કર્ણાટકમાં આજે એક ટેમ્પલ ઉત્સવ દરમિયાન મોટી જાનહાનિ થતા ટળી છે. અહીં રથ ટેમ્પલનો એક ભાગ તૂટીને શ્રદ્ધાળુ પર પડ્યો છે. મળતી માહિતી અનુસાર રથનું એક પૈડુ તૂટી જતા આ ઘટના બની છે. કર્ણાટકના ચામરાજનગરમાં રથોત્સવના પ્રસંગે જુલૂસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ સમયે જ શ્રી વીરભદ્રેશ્વર મંદિરના રથનો એેકભાગ શ્રાદ્ધાળુઓ પર પડયો હતો. આ ઘટનામાં રાહતની વાત એ રહી કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ચન્નપ્પનપુરા ગામમાં બની છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  આ વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ટેમ્પલ રથનું એક પૈડું તૂટી જતા તેનું નિયંત્રણ ખોરવાયુ અને તે લગભગ 100 લોકોની ભીડ પર પડ્યુ હતુ. મળતી માહિતી અનુસાર લોકો રથની સાથે જુલૂસ નિકાળી કાર્તિક માસનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ હોય તેવા સમાચાર હમણા સુધી મળ્યા નથી

(11:31 pm IST)