Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી દુર્ઘટનામાં નિરાધાર થયેલ બાળકોની જવાબદારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઉઠાવશે.

મોરબીની દુર્ઘટનાથી સમગ્ર ગુજરાતનો શોકમાં ગરકાવ થયો છે. ત્યારે આ દુર્ઘટનામાં નિરાશ્રિત થયેલા બાળકોની અભ્યાસની જવાબદારી મોરબીની ખાનગી શાળા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઉઠવામાં આવી છે.
રવિવારની સાંજે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. આજે આ દુર્ઘટનાનો ત્રીજો દિવસ છે અને NDRF, SDRFના જવાનો દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે મોરબીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ખાનગી શાળા દ્વારા સરાહનીય પગલું હાથ ધરવામાં આવ્યું છે.
આ મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોરબીનાં પ્રત્યેક લોકોની સંવેદના ઓછી પડે તેમ છે. આખુ મોરબી નિ:શબ્દ છે. આ સાથે તેમણે દુર્ઘટનામાં અવસાન પામેલાં મૃતાત્માઓને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, જે બાળકોનાં માતા-પિતા અવસાન પામેલાં છે તેવા બાળકો મોરબી જિલ્લાની જે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેમની શૈક્ષણિક અભ્યાસની જવાબદારી જે તે ખાનગી શાળાઓ અથવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી ઉપાડશે. 

 

(10:51 pm IST)