Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઝૂલતા પુલ દુર્ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ :આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી

મોરબીના રહેવાસી માને છે કે "માત્ર 15 રૂપિયાની ટિકિટ માટે કંપનીએ મોટો જુગાર ખેલ્યો: જુલતા પુલની કેપેસિટી ઓછી હોવા છતાં પણ વધુ લોકોને પ્રવેશ અપાયો જેના કારણે આ ઘટના બની

મોરબીમાં રવિવારે ઝૂલતા પુલની દુર્ઘટનાએ માત્ર ગુજરાતને જ નહીં પણ આખા દેશને હચમચાવી નાખ્યું છે, ઝુલતો પુલ તુટવાથી લગભગ 133 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મરનારમાં 30 જેટલા બાળકોનો પણ સમાવેશ છે. હાલમાં આખા મોરબીમાં સન્નાટો છવાયેલ છે

શહેરમાં પુલ તૂટી પડતા 140 થી વધુ લોકોને જિંદગી હોમાય છે ત્યારે મોરબીના રહેશોમાં ભારે આક્રોશ જોવાયો છે,સમગ્ર મોરબી બંધ નું એલાન કરવામાં આવ્યું હતું શહેરની તમામ દુકાનો બંધ જોવા મળી રહી હતી

સતત અને સખત સ્મશાન જેવી શાંતિ વચ્ચે જીવતા લોકોમાં ક્યાંક રોષ છે તો ક્યાંક સિસ્ટમ સામે આક્રોશ છે. એકબાજું દુઃખ છે તો બીજી તરફ કંપની સામે કાયદેસરના પગલાં લેવાય એવી માંગ છે. આવી સ્થિતિ વચ્ચે સ્થાનિકો યોગ્ય પગલાં લેવાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

મોરબીના શહેરીજનોમાં  સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક કંપની અને તંત્ર વચ્ચે મિલી ભગત હોવાનું ખૂલ્યું છે. મોરબીના રહેવાસી જણાવી રહ્યા છે કે, "માત્ર 15 રૂપિયાની ટિકિટ માટે કંપનીએ મોટો જુગાર ખેલ્યો છે અને જુલતા પુલની કેપેસિટી ઓછી હોવા છતાં પણ વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે જેના કારણે આ ઘટના બની છે"

 બીજી બાજુ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે અને સમગ્ર ઘટના મામલે કાંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે મોરબીના રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જણાવી રહ્યા છે કે, "મૃતકોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચારી છે.

(10:14 pm IST)