Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબીમાં નિર્દોષોના મોત માટે પાલિકાના પદાધિકારી ,અઘિકારી અને કંપનીના માલીક સામે પોલીસ ફરિયાદ કરો :મહેશ રાજ્યગુરુ

ફરિયાદમાં કયાય નગર પાલિકાના અઘિકારી કે પદાધિકારી કે કંપનીના માલિકના નામ ફરિયાદમાં લખવામાં આવેલ નથી તો શું આ બઘાને સરકાર છાવરવા માંગે છે ? કંપની સાથે કરાર કરેલ અને કરારમાં પાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ સહી સિક્કા કર્યા છે ત્યારે જાણ ના હોવી એ શક્ય નથી

મોરબી ભાજપ શાસિત નગરપાલિકા અને ઓરેવા ટ્રસ્ટની બેદરકારીના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.રવિવારના સાંજના સમયે અચાનક જૂલતા પૂલ તૂટવાના કારણે સેંકડો લોકો મોતને ભેટયા છે ત્યારે જવાબદાર અધિકારી અને ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારી અને અઘિકારીઓને આમાં સીધા જવાબદાર છે ત્યારે આ ઘટનાના જવાબદાર લોકોને સરકાર છાવરવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે તેઓ આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે.

સરકાર જો જવાબદારોને છાવરવા માંગતી ન હોય તો આ જવાબદાર ઓરેવા ટ્રસ્ટ, પાલિકાના પદાધિકારી અને અઘિકારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે કારણ પાલિકા એટલા માટે જવાબદાર છે કે ઝૂલતો પૂલ કંપનીને આપવાનો જે કરાર થયેલ છે તેમાં સહી કરનાર ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ નિયમ બનાવી નિયમ મુજબ ચલાવવાનો કરાર કરવામાં આવેલ છે તેમાં તમામ જવાબદાર પદાધિકારીએ સહી સિક્કા કરેલ છે સાથે ચીફ ઓફિસરના પણ સહી સિક્કા છે પણ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમા બેદરકારી દર્શાવનારના નામ નથી તો કરાર કરનાર તમામના ફરિયાદમાં નામ દાખલ કરવા જોઇએ તેમ જણાવેલ છે.મળતી માહિતી મુજબ ફરિયાદમાં કયાય નગર પાલિકાના અઘિકારી કે પદાધિકારી કે કંપનીના માલિકના નામ ફરિયાદમાં લખવામાં આવેલ નથી તો શું આ બઘાને સરકાર છાવરવા માંગે છે ?

પાલિકાના જવાબદાર લોકો આ ગોઝારી ઘટનામાં દોષીતો કેહવાય કેમ કે મોરબી નગરપાલિકાએ અને ઓરેવા કંપની સાથે કરાર કરેલ અને કરારમાં પાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ સહી સિક્કા કરી આ આ પૂલ સોંપવામાં આવેલ છે તો પૂલ ચાલુ થયો તે પાલિકાને ખબર જ ન હોય તેવું માનવું કેટલી અંસે વ્યાજબી છે ? ભાજપ શાસિત નગરપાલિકા અને કલેક્ટર એ આ જુલતાપુલ તૂટવાની જવાબદારી લેવી જોઈએ. નગરપાલિકા અને કંપનીની બેદરકારીને કારણે આ ઘટના બની હોય તેવી વાતો જણાવવા મળે છે અને નિર્દોષ લોકોએ પોતાના જાન ગુમાવેલ છે ત્યારે આ બાબતે પ્રજાના ન્યાયના હિતમાં પાલિકાના કરારમાં સહી કરનાર અને આ ઘટના સાથે સંકળાયેલ બેજવાબદાર લોકો જે કોઇ હોય તેમની જવાબદારી બનતી હોય તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને હાઇકોર્ટના જજની રાહબરીમાં તપાસ કરવામાં આવે તો જ સત્યતા બહાર આવશે એવું લોકો માની રહ્યા છે ત્યારે ગંભીરતાથી સત્યતા બહાર લાવવા તમામ પ્રયત્નો કરી જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરી આવી ઘટના ફરી ન બને તેવો દાખલો બેસાડવો જોઈએ. તેવી મોરબી જિલ્લાની પ્રજાની લાગણી અને માંગણી છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ જણાવે છે.

(10:08 pm IST)