Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી પુલ દુર્ઘટના પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગએ કહ્યું- મને ખુબ આઘાત લાગ્યો

ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના મુજબ રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંદેશમાં અકસ્માત પર આઘાત વ્યક્ત કર્યો

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીને મોકલવામાં આવેલા શોક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમાચાર સાંભળીને તેઓ ‘આઘાત’ પામ્યા છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંદેશમાં અકસ્માત પર આઘાત વ્યક્ત કર્યો છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સરકાર અને લોકો વતી જિનપિંગે લોકોના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તેમના પરિવારો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો ચીનના વડાપ્રધાન લી કિંગે પણ શોક સંદેશ મોકલ્યો.

ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યીએ પણ તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરને મોરબીમાં બનેલી ઘટના અંગે શોક સંદેશ મોકલ્યો છે. વાંગે દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

(9:04 pm IST)