Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

પ્રકાશ સિંહ બાદલ, અને સુખબીર સિંહ બાદલ વિરુદ્ધ પંજાબ કોર્ટની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક :ગુરુદ્વારા ચૂંટણી પંચ અને ભારતીય ચૂંટણી પંચ સમક્ષ શિરોમણી અકાલી દળ (SAD)નું અલગ અલગ બંધારણ સબમિટ કરવાનો આરોપ હતો

પંજાબ : સુપ્રીમ કોર્ટે આજ મંગળવારે શિરોમણી અકાલી દળ (SAD)ના સુપ્રીમો પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ [સુખબીર સિંહ બાદલ વિ બળવંત ખેરા અને ઓઆરએસ] વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટી કેસના સંબંધમાં પંજાબ કોર્ટ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.આ મામલો 2009માં રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે ગુરુદ્વારા ચૂંટણી પંચ અને ભારતીય ચૂંટણી પંચ સમક્ષ SAD ના બે અલગ-અલગ બંધારણો સબમિટ કરવાનો આરોપ મૂકતી ફોજદારી ફરિયાદમાંથી ઉભો થયો હતો.

હોશિયાસપુરના રહેવાસી, બલવંત સિંહ ખેરાએ 2009માં એક વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી અને શિરોમણી અકાલી દળ (SAD)ના બંને સુપ્રીમો પર ગુરુદ્વારા ચૂંટણી પંચ અને ભારતીય ચૂંટણી પંચ (ECI) સમક્ષ અલગ અલગ બંધારણ સબમિટ કરવાનો આરોપ મૂક્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)