Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે આરોપીઓના શનિવાર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર પોલીસે ચાર આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરેલી

મોરબી ઝુલતા પુલ તુટવાનો મામલો,મોરબી કોર્ટમાં રજૂ કરાયા હતા,જેમાં ચીફ જ્યુડીશ્યલ  મેજિસ્ટ્રેસ્ટ ખાન સાહેબે ચાર આરોપીઓના શનિવાર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે,

 પોલીસે ચાર આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરેલી તેમાં સરકારી વકીલ અને પોલીસની દલીલ સાંભળી જ્યુડીશ્યલ મેજીસ્ટેટે તા, 5ને શનિવાર બપોરે ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ મંજુર કર્યા છે સરકારી વકીલ તરીકે એચ,એસ, પંચાલ પોલીસમાં ડીવાયએસપી ઝાલાએ રિમાન્ડની માંગણી કરી હતી

શનિવાર બપોરે ત્રણ વાગ્યે રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી ચીફ કોર્ટમાં હાજર કરવામાં આવશે

(8:15 pm IST)