Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ કોર્ટે અનિલ દેશમુખના પુત્ર સલિલ દેશમુખને જામીન આપ્યા :3 લાખ રૂપિયા જામીનગીરી પેટે જમા કરાવવા અને પાસપોર્ટ સરેન્ડર કરવાની શરતે જામીન મંજુર


મુંબઈ : મુંબઈની એક કોર્ટે મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના પુત્ર સલિલ દેશમુખને જામીન આપ્યા છે.

દેશમુખ અને તેમના પુત્ર બંનેને મની લોન્ડરિંગ કેસમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા જે ED એ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ નોંધાવ્યા હતા.

મની લોન્ડરિંગ કેસમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમુખે વર્તમાન મંત્રી તરીકે તેમના પરિવારની માલિકીના ટ્રસ્ટમાં મેળવેલા નાણાંની લોન્ડરિંગ કરવામાં આવી હતી.

EDએ જણાવ્યું હતું કે તેઓએ સલીલને પૂછપરછ માટે બે વખત સમન્સ પાઠવ્યું હતું, જોકે, તેણે હાજર થવાનું ટાળ્યું હતું.

સલિલ આજે સ્પેશિયલ કોર્ટમાં હાજર થયો હતો અને તેના વકીલ અનિકેત નિકમ મારફતે જામીન માટે અરજી કરી હતી.

વિશેષ ન્યાયાધીશ એમ.જી. દેશપાંડેએ અરજી મંજૂર કરી અને સલીલને ₹3 લાખની જામીન જમા કરાવવા અને પાસપોર્ટ સરેન્ડર કરવાનો નિર્દેશ આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:58 pm IST)