Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

વિશ્વમાં રહેતા ખાલિસ્તાની સમર્થકો દ્વારા પંજાબને ભારતથી અલગ કરવાનું પાક.નું ષડયંત્ર

પાકિસ્તાન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં કાર્યરત : પાકિસ્તાન ખાલિસ્તાની સમર્થકોને હથિયાર પણ પુરા પાડે છે

ઈસ્લામાબાદ, તા.૧ : ખાલિસ્તાની સમર્થકો દ્વારા પાકિસ્તાન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં કાર્યરત છે. આ વાતનો ખુલાસો ગુપ્તચર એજન્સીઓએ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન સમગ્ર દુનિયામાં રહેતા ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતમાંથી પંજાબને અલગ કરવાના ષડયંત્રમાં કાર્યરત છે. એટલુ જ નહીં પાકિસ્તાન ખાલિસ્તાની સમર્થકોને હથિયાર પણ પુરા પાડે છે. એવા દસ્તાવેજ પણ સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયા દ્વારા ખાલિસ્તાન જનમત સંગ્રહનુ કાવતરુ રચવામાં આવી રહ્યુ છે.

રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની ખાનગી એજન્સી ૈંજીૈંએ આ બાબતે ખાલિસ્તાની આતંકીઓ સાથે લાહોરમાં કેટલીક બેઠક પણ કરી છે. પાકિસ્તાને અલગ-અલગ દેશોમાં હાજર પોતાના દૂતાવાસો અને હાઈ કમિશન દ્વારા ખાલિસ્તાની સમર્થકોની મદદ કરી રહ્યુ છે અને તેમને ફન્ડિંગ સાથે હથિયાર પણ પુરા પાડી રહ્યુ છે.

દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની શિખ ફોર જસ્ટિસે સેંકડોની સંખ્યામાં ફેક ટ્વીટર હેન્ડલ બનાવ્યા છે, જેના દ્વારા ખાલિસ્તાન રેફરેન્ડમ (જનમત સંગ્રહ) વાળુ કાવતરુ રચી રહ્યુ છે. ટ્વીટર પર ખાલિસ્તાનના સમર્થનવાળા ૧૪૫૦ ભૂતિયા એકાઉન્ટ મળ્યા છે જેના ફોલોઅર ઝીરો છે. આવા એકાઉન્ટનો ઉપયોગ ખાલિસ્તાન જનમત સંગ્રહ માટે કરવામાં આવે છે.

રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ભૂતિયા ટ્વીટર એકાઉન્ટમાંથી ગયા મહિને ૧૦ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબરની વચ્ચે ખાલિસ્તાન જનમત સંગ્રહના સમર્થનમાં ૨૯૦૩૨ ટ્વીટ કરવામાં આવી. આ ટ્વીટને દુનિયામાં ૭૮૨૬ લોકોએ રિટ્વીટ કરી. આ સમયગાળા વચ્ચે ખાલિસ્તાનના સમર્થનમાં ૩૩૪ નવા ટ્વીટર એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યા. આ ટ્વીટર એકાઉન્ટના ટ્વીટને પાકિસ્તાનમાંથી ટ્રેન્ડ કરાવવામાં આવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનની આઈએસઆઈ કેનેડા, જર્મની, અમેરિકા અને બ્રિટનમાં બેસેલા ખાલિસ્તાનીઓ ખુલ્લુ સમર્થન આપી રહ્યા છે. ગુપ્ત એજન્સી અનુસાર પાકિસ્તાનની આઈએસઆઈ ખાલિસ્તાની આતંકીઓ અને ખાલિસ્તાની સમર્થકો સાથે સતત સંપર્ક બનાવે છે.

(7:57 pm IST)