Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

દિલ્હીમાં ફેક્ટરીમાં આગથી બેનાં મોત, ૧૮ ઘાયલ

દિલ્હીની ફેક્ટરીમાં ૩૦૦ લોકો કામ કરી રહ્યા હતા : ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે, આગને કાબુમાં લેવા માટે ફાયરની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

નવી દિલ્હીે, તા.૧ : દિલ્હીના નરેલામાં આજે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ૧૮ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયરની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગી ત્યારે ૩૦૦ લોકો કામ કરી રહ્યા હતા. ફાયર વિભાગે લગાવેલી સીડી પરથી ૭૦ લોકો નીચે ઉતરીને નીચે આવ્યા હતા. કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યુ કે, આગ પર કાબૂ મેળવવા માટે ૧૦ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ સવારે ૯:૩૫ કલાકે આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. ચંપલ બનાવવાની ૪ માળની ફેક્ટરી છે, મશીનમાં બ્લાસ્ટ થતાં બીજા અને ત્રીજા માળે આગ લાગી હતી. જે બાદ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

(7:44 pm IST)