Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

બાંગ્લાદેશ સામેની મેચ પહેલાં કોહલીએ રાહુલને બેટિંગ ટિપ્સ આપી

કે.એલ. રાહુલ ટી૨૦ વર્લ્ડ કપની ત્રણ મેચમાં ફ્લોપ રહ્યો : બેટિંગ કોચ વિક્રમ રાઠોડ બોલિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે વિરાટ કોહલી પીચ પર આવીને રાહુલને શોટ્સ રમવા માટે ટિપ્સ આપતો વીડિયોમાં નજરે પડે છે

નવી દિલ્હી, તા.૧ : વર્લ્ડકપની પહેલી ૩ મેચોમાં ફ્લોપ રહેલા ઓપનર કે એલ રાહુલને ટીમમાં સ્થાન આપવા સામે ક્રિકેટ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે.બીજી તરફ આઉટ ઓફ ફોર્મ રાહુલની મદદે કિંગ કોહલી આવ્યો છે. ભારત બુધવારે બાંગ્લાદેશ સામે મેચ રમવાનુ છે ત્યારે આ મેચ પહેલા નેટ પ્રેક્ટિસમાં કોહલીએ રાહુલને બેટિંગ ટિપ્સ આપી હતી. જેનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ત્રણમાંથી એક પણ ઈનિંગમાં ડબલ ફિગર સુધી નહીં પહોચેલા રાહુલને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ બોલિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે વિરાટ કોહલી પીચ પર આવીને રાહુલને શોટ્સ રમવા માટે ટિપ્સ આપે છે. આ દરમિયાન રાહુલને કોહલી પુલ શોટ મારવા અંગે કઈક સમજાવી રહેલો નજરે પડે છે.

કોચ રાહુલ દ્રવિડ પણ આ દરમિયાન પાછળ ઉભા રહીને જોઈ રહ્યા છે. બીજી તરફ ટીમ મેનેજમેન્ટ ઈશારો કરી ચુકયુ છે કે, બાંગ્લાદેશ સામે આઉટ ઓફ ફોર્મ હોવા છતા રાહુલને તક આપવામાં આવશે.

રાહુલ વર્લ્ડકપની ત્રણ ઈનિંગમાં માત્ર ૨૨ રન બનાવી શક્યો છે અને તેનુ ફોર્મ ભારતની બેટિંગ લાઈનનુ સંતલુન પણ બગાડી રહ્યુ છે.

(7:41 pm IST)