Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ગુરુવાર ત્રીજી નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર થશે: ૨૯ નવેમ્બર અને ૪ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થવાની સંભાવના: ન્યુઝફર્સ્ટ

ભારે આતુરતાથી જેની રાહ જોવાઈ રહી છે તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ૩જી નવેમ્બરે એટલે કે ગુરુવારે જાહેર કરશે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.

પ્રથમ તબક્કાનું મતદાન ૨૯ નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૪થી ડિસેમ્બરે હાથ ધરાશે. આમ ગુજરાતમાં બે તબક્કે મતદાન થશે.
પરિણામો હિમાચલ પ્રદેશની સાથે જ આઠ ડિસેમ્બરે સવારે ૧૨ સુધીમાં આવી જશે તેવી ધારણા છે.
ગુજરાતમાં નવી ચૂંટાયેલી સરકાર ૧૧ અથવા ૧૨ ડિસેમ્બરે શપથ લેશે તેમ પણ ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે.

 

(6:49 pm IST)