Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

૫ રાજ્યોમાં ૫ દિવસ સુધી હળવો, મધ્યમ,ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ૧ નવેમ્બરથી ૫ નવેમ્બર સુધી હળવો/મધ્યમથી ભારે વરસાદ પડશે.  તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ૧ નવેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે.
દક્ષિણ-પશ્ચિમ નૈઋત્યના  ચોમાસાએ ભલે વિદાય લીધી હોય, પરંતુ પૂર્વોત્તર ચોમાસાને કારણે ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે.  દક્ષિણના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં હળવોથી ભારે વરસાદ ચાલુ છે.  હવામાન વિભાગે તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી દરરોજ વરસાદની આગાહી કરી છે.  આવી સ્થિતિમાં આ રાજ્યોમાં રહેતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

(6:07 pm IST)