Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઝારખંડના બોકારા પંથકમાં આવેલો રહસ્યમય કૂંડ દલાહી તાળી પાડવાથી પાણી ઉપર આવવા લાગે

કૂંડનું પાણી ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ ઃ કૂંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દુર થાય તેવી લોકોમાં માન્યતા

ઝારખંડમાં આવેલો રહસ્યમય કુંડ દલાહી કુંડ તેની આગવી અોળખને લઇને ચર્ચાર્સ્પર્દ છે. કુંડની વિશેષતા ઍ છે કે તાળી પાડવાથી પાણી ઉપરની સપાટી પર આવવા લાગે છે. જેનું રહસ્ય આજે પણ અકબંધ છે.

: વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે પરંતુ પ્રકૃતિ તેના કરતા બે ડગલા આગળ જોવા મળતી હોય છે. આમ તો માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે પરંતુ ધરતીના અનેક રહસ્યો એવા છે જેના પર હજુ પણ પડદો પડેલો છે. કુદરતે એવી અનેક રહસ્યમય જગ્યાઓ બનાવેલી છે જેને જોઈને લોકો આજે પણ મોંઢામાં આંગળા નાખી જાય છે. ભારતમાં જ આવી એક જગ્યા છે. જેનું રહસ્ય હજુ પણ વણઉકેલ્યું છે. એક એવો કૂંડ છે જ્યાં તાળી વગાડવામાં આવે તો પાણી આપોઆપ બહાર આવવા લાગે છે. 

તાળી વગાડતા થાય છે ચમત્કાર
ભારતના આ રહસ્યમય કૂંડનું નામ દલાહી કૂંડ છે. જે ઝારખંડના બોકારો શહેરથી 27 કિલોમીટર દૂર આવેલો છે. આ કૂંડની સામે જો તાળી પાડવામાં આવે તો પાણી ઉપરની બાજુ આવવા લાગે છે. જેને જોઈને લાગે છે કે જાણે કોઈ વાસણમાં પાણી ઉકળી રહ્યું છે. આ કૂંડનું રહસ્ય આજે પણ એક રહસ્ય જ રહેલું છે. આ કૂંડને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. 

ઋતુ પ્રમાણે પાણી
આ કૂંડનું પાણી ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે. એવી માન્યતા છે કે આ કૂંડમાં ન્હવાથી ચામડીના રોગ દૂર થાય છે. જો કે આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણીમાં સલ્ફર અને હીલિયમ છે જેના કારણે ચામડીના રોગ દૂર થાય છે. 

સંક્રાતિ પર થાય છે મેળો
આ સ્થળે મકર સંક્રાંતિ પર મોટો મેળો લાગે છે. આ રહસ્યમય કૂંડ દેવતા દલાહી ગોસાઈનું પૂજા સ્થળ છે. અહીં લોકો દર રવિવારે પૂજા કરે છે. કૂંડ પ્રત્યે લોકોની ખુબ આસ્થા છે. લોકોનું માનવું છે કે આમાં ન્હાતી વખતે જે પણ માનતા માની હોય તે પૂરી થાય છે. 

વીડિયો પણ ખાસ જુઓ...

આ કૂંડ વિશે અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો એવું પણ જાણવા મળ્યું કે તેનું પાણી જમુઈ નામના એક નાળામાંથી પસાર થઈને ગર્ગા નદીમાં જાય છે. તાળી વાગવાથી ધ્વનિ તરંગોના કારણે થતા કંપનના કારણે પાણી ઉપરની બાજુ આવવા લાગે છે. 

(5:54 pm IST)