Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રાત્રે ઊંઘ આવતી ન હોય તો નવશેકા પાણી વડે સ્નાન કરવાથી ઊંઘી શકાય બેડરૂમમાં તેલનો દીવો પ્રગટાવીને પણ નિંદર કરી શકાય

રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણો હોય શકે છે. જમ્યા બાદ તરત જ ઊંઘ ન કરવી જાઇઍ. જા રાત્રે ઊંઘ ન આવે તો સામાન્ય ગરમ પાણીથી સ્નાન કરવાથી રાત્રે ઊંઘ આવી જાય છે.

નવી દિલ્હીઃ Do This Work For Good Sleep: ઘણા લોકો એવા હોય છે જે સવારે ઉઠ્યા બાદ સારો અનુભવ કરતા નથી. ક્યારેક આવું થાય તો બરાબર છે પરંતુ જો તમને દરરોજ રાત્રે નીંદર આવતી નથી અને તમે કલાકો સુધી બેડ પર પડેલા રહો છો તો આ વાતને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. આ એટલા માટે કારણ કે નીંદર ન આવવી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેવામાં અમે અહીં તમને કેટલાક એવા કામ જણાવીશું જેને અપનાવવાથી તમે બેડ પર આરામની ઉંઘ લઈ શકશો. 

સારી નીંદર માટે સુતા પહેલા કરો કામ
ભોજન બાદ તત્કાલ ઊંઘો
જો તમે ભોજન બાદ સીધા બેડ પર પહોંચી જાય તો તે યોગ્ય નથી. કારણ કે તમને ભોજન પચાવવામાં મુશ્કેલી પડે છે અને રાત્રે ઊંઘ આવતી નથી. જો તમારે રાત્રે સારી ઉંઘ લેવી હોય તો સુવાના ચાર કલાક પહેલા ભોજન કરી લો. તેમ કરવાથી તમને સારી ઊંઘ આવી જશે. 

સુતા પહેલા સ્નાન કરી લો
જો તમને રાત્રે નીંદર નથી આવતી તો તમને એક સરળ રીત અપનાવી શકો છો સ્નાન કરવાની. સુતા પહેલા સ્નાન કરો. તેનાથી ઘણો ફેર પડે છે. રાત્રે સ્નાન માટે તમે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમને સારી નીંદર આવશે. 

સુતા પહેલા દીપ પ્રગટાવો
જે રૂમમાં તમે ઉંઘો છો ત્યાં એક તેલનો દીવો પ્રગટાવો જેથી સારી નીંદર આવી જશે. 

(5:47 pm IST)