Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઓકટોબરમાં સરકારને પણ ‘દિવાળી' : જીએસટી કલેકશન ૧.૫૨ લાખ કરોડ : બીજી વખત થયો રેકોર્ડ

મોંઘવારીના વિષચક્રમાં પ્રજાના ગજવા ખાલી થઇ રહ્યા છે જ્‍યારે સરકારની તિજોરી છલકાઇ રહી છે

નવી દિલ્‍હી તા. ૧ : છેલ્લા મહિના એટલે કે ઓક્‍ટોબરના જીએસટી કલેક્‍શનના આંકડા આવી ગયા છે. ઓક્‍ટોબર મહિનામાં આ કલેક્‍શન રૂ. ૧.૫ લાખ કરોડને પાર કરી ગયું હતું. આ બીજી વખત છે જયારે કલેક્‍શનના આંકડા આ સ્‍તરને વટાવી ગયા છે. અગાઉ એપ્રિલ ૨૦૨૨માં GST કલેક્‍શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્‍ચ સ્‍તરે હતું. તે જ સમયે, આ સતત ૮મો મહિનો છે જયારે GST કલેક્‍શન ૧.૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. મોંઘવારીના વિષચક્રમાં પ્રજાના ગજવા ખાલી થઇ રહ્યા છે જ્‍યારે સરકારની તિજોરી છલકાઇ રહી છે.નાણા મંત્રાલયે જણાવ્‍યું કે ઓક્‍ટોબર ૨૦૨૨માં GST કલેક્‍શન ૧,૫૧,૭૧૮ કરોડ રૂપિયા હતું. ઓક્‍ટોબરમાં સેન્‍ટ્રલ ગુડ સર્વિસ ટેક્‍સ (CGST)નો આંકડો રૂ. ૨૬,૦૩૯ કરોડ હતો. તે જ સમયે, રાજય ગુડ સર્વિસ ટેક્‍સ એટલે કે SGST રૂા. ૩૩,૩૯૬ કરોડ, IGST રૂા. ૮૧,૭૭૮ કરોડ અને સેસ ઈં ૧૦,૫૦૫ કરોડ હતો.ગયા વર્ષે એટલે કે ઓક્‍ટોબર ૨૦૨૧માં રૂા. કલેક્‍શન ૧,૩૦,૧૨૭ કરોડ રૂપિયા હતું. તે જ સમયે, સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ માં રૂા. કલેક્‍શન ૧,૪૭,૬૮૬ કરોડ રૂપિયા હતું. આ એક વર્ષ પહેલા કરતા ૨૬ ટકા વધુ છે.

(3:59 pm IST)