Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

આપ નેતા સત્‍યેન્‍દ્ર જૈને પ્રોટેકશન માટે લીધા ૧૦ કરોડ

જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરના લેટરથી દિલ્‍હીમાં ખળભળાટ : કેજરીવાલે સુકેશના દાવાને નકાર્યો : બીજેપીએ આપ પર સાધ્‍યું નિશાન

નવી દિલ્‍હી તા. ૧ : મની લોન્‍ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે ખ્‍ખ્‍ભ્‍ નેતા સત્‍યેન્‍દ્ર જૈનને પ્રોટેક્‍શન મની તરીકે ૧૦ કરોડ રૂપિયા આપ્‍યા છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી એલજી વીકે સક્‍સેનાને પત્ર લખીને જૈન પર ગંભીર આરોપ લગાવ્‍યા છે. સુકેશે આ મામલે એલજી દ્વારા તપાસની માંગ કરી છે.

સુકેશે તેના પત્રમાં લખ્‍યું છે કે, સત્‍યેન્‍દ્ર જૈન મને પૈસા આપવા માટે સતત દબાણ કરતો હતો. દબાણના કારણે મારી પાસેથી ૨-૩ મહિનાના ગાળામાં ૧૦ કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી. સુકેશે દાવો કર્યો હતો કે આ સમગ્ર પૈસા કોલકાતામાં સત્‍યેન્‍દ્ર જૈનના નજીકના સાથી ચતુર્વેદીએ લીધા હતા. આ રીતે મેં સત્‍યેન્‍દ્ર જૈનને ૧૦ કરોડ રૂપિયા ચૂકવ્‍યા.સુકેશે જણાવ્‍યું કે સત્‍યેન્‍દ્ર જૈન છેલ્લા ૭ મહિનાથી તિહાર જેલમાં બંધ છે. તેઓએ મને ડીજી જેલ સંદીપ ગોયલ અને જેલ પ્રશાસન દ્વારા ધમકી આપી હતી. મને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માટે કહેવામાં આવ્‍યું હતું. મને હેરાન કરવામાં આવ્‍યો હતો અને ધમકી આપવામાં આવી હતી.

સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે મારી ૨૦૧૭માં ધરપકડ કરવામાં આવી હતી. હું તિહાર જેલમાં બંધ હતો. તે સમયે સત્‍યેન્‍દ્ર જૈન જેલ મંત્રી હતા. તે ઘણી વખત જેલમાં આવ્‍યો હતો અને મને કહ્યું હતું કે તપાસ એજન્‍સીની સામે તને આપેલા દાનની માહિતી ન આપો.

એલજીને લખેલા પત્રમાં ચંદ્રશેખરે કહ્યું કે, ૨૦૧૯માં સત્‍યેન્‍દ્ર જૈન ફરી જેલમાં આવ્‍યા. તે સમયે તેની સાથે તેનો સેક્રેટરી અને મિત્ર સુશીલ પણ હતો. સત્‍યેન્‍દ્ર જૈને મારી પાસેથી દર મહિને પ્રોટેક્‍શન મની તરીકે ૨ કરોડ રૂપિયા માંગ્‍યા. જેથી કરીને હું જેલમાં સુરક્ષિત રહી શકું અને મને જેલમાં પ્રાથમિક સુવિધાઓ મળી શકે.

કેજરીવાલે ખ્‍ખ્‍ભ્‍ નેતા સત્‍યેન્‍દ્ર જૈનને ૧૦ કરોડ રૂપિયા આપવાના સુકેશ ચંદ્રશેખરના દાવાને ખોટો ગણાવ્‍યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોરબી અકસ્‍માત પરથી ધ્‍યાન હટાવવા માટે ભાજપે સુકેશ ચંદ્રશેખરની વાર્તા બનાવી છે. બીજેપી સુકેશ ચંદ્રશેખરના ખભામાંથી બંદૂક કાઢવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબની ચૂંટણી પહેલા આ લોકો કુમાર વિશ્વાસને લઈને આવ્‍યા હતા

(3:30 pm IST)