Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોડી સાંજે વડાપ્રધાન મોરબીથી રાજકોટ આવી ટુંકુ રોકાણ કર્યા બાદ દિલ્‍હી જશે

રાજકોટ એરપોર્ટ પર ધમધમાટ : ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો

રાજકોટ, તા.૧: સૌરાષ્‍ટ્રનું પેરિસ ગણાતું મોરબી આજે પુલ દુર્ઘટના બાદ મણ મણના આંસુ સરી રહ્યું છે. પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો અને આ કરૂણાંતિકામાં ઘાયલ થયેલા લોકોને સાંત્‍વના પાઠવવા ખુદ વડાપ્રધાન આજે બપોર બાદ મોરબી આવી રહ્યા છે.
જાણવા મળતી વિગત અનુસાર વડાપ્રધાન બપોરે ૩.૪૫ કલાકની આસપાસ મોરબી પહોંચશે જયાં તેઓ ઘટના સ્‍થળની મુલાકાત લેશે ઉપરાંત હોસ્‍પિટલ ખાતે પીડિતોને મળી તેઓનાં દુઃખમાં સહભાગી થશે એટલુ જ નહિ વડાપ્રધાન મોરબી ખાતે એક ઉચ્‍ચ કક્ષાની બેઠક યોજી સ્‍થિતિની સમીક્ષા કરશે.
મોરબી ખાતે ૩ થી ૪ કલાકનું રોકાણ કર્યા બાદ વડાપ્રધાન મોદી હેલીકોપ્‍ટરમાં રાજકોટ આવશે અને એરપોર્ટ પર ટુકું રોકાણ કર્યા બાદ વાયુદળના ખાસ વિમાનમાં દિલ્‍હી જવા રવાના થશે.
વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ પર આવી રહ્યા હોઇ એરપોર્ટ ખાતે સુરક્ષા વ્‍યવસ્‍થા ચુસ્‍ત બનાવવામાં આવી રહી છે. તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

 

(3:25 pm IST)