Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી પુલ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જા બાઇડને દુઃખ વ્યક્ત કયુ*

‘અમારૂં દિલ ભારતની સાથે’ : સમગ્ર અમેરિકા ગુજરાતના લોકોના દુઃખમા તેમની સાથે છે

વોશિંગ્ટન તા. ૧ : ગુજરાતના મોરબી શહેરમા મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેના કારણે અત્યાર સુધીમા ૧૩૪ લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જા બાઇડને આ દુર્ઘટનામા જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો ­ત્યે ઊંડી સવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્ના હતુ કે તે મુશ્કેલ સમયમા ભારતની સાથે છે. નોધનીય છે કે અકસ્માતમા ઘાયલ થયેલા ૧૦૦થી વધુ લોકો સારવાર હેઠળ છે.
ઍક સદી કરતા પણ વધુ જૂનો પુલ પાચ દિવસ પહેલા નવીનીકરણ બાદ લોકો માટે ખુલ્લો મૂકવામા આવ્યો હતો. જા કે પુલ પર લોકોની વધુ સખ્યાને કારણે પુલ ધરાશાયી થયો હતો અને અત્યાર સુધીમા આ અકસ્માતમા ૧૩૦થી વધુ લોકોના મોત થયા છે. આજે પીઍમ મોદી ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળવા માટે મોરબી પણ જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને આ દુર્ઘટના પર જણાવ્યુ હતુ કે, આજે અમારૂ દિલ ભારત સાથે છે. સમગ્ર અમેરિકા ગુજરાતના લોકોના દુઃખમા તેમની સાથે છે અને પુલ ધરાશાયી થવાને કારણે પોતાના િ­યજનોને ગુમાવનારા પરિવારો ­ત્યે ઊંડી સવેદના વ્યક્ત કરે છે. અમેરિકા અને ભારત બને ઍક સાથે છે. અમે આ મુશ્કેલ સમયમા ભારતીયોની સાથે ઊભા રહીશુ અને ટેકો આપતા રહીશુ.

 

(1:15 pm IST)