Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઈરાનમાં હિજાબ વિરોધી દેખાવોમાં સામેલ સેલિબ્રિટી શેફની માર મારીને ક્રૂરતા પૂર્વક હત્યા :અંતિમ સંસ્કાર દરમિયાન હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા :ઈરાની સત્તાવાળાઓએ મૃત્યુની જવાબદારી નકારી

ઈરાન : ઈરાનમાં ચાલી રહેલા હિજાબ વિરોધી વિરોધ દરમિયાન એક સેલિબ્રિટી શેફને માર મારવામાં આવ્યો હતો. ઈરાનના જેમી ઓલિવર તરીકે જાણીતા સેલિબ્રિટી શેફ મહશાદ શાહિદીને કથિત રીતે રિવોલ્યુશનરી ગાર્ડ દળો દ્વારા માર મારવામાં આવ્યો હતો. મહશદ શાહિદીનું તેમના 20મા જન્મદિવસના એક દિવસ પહેલા અવસાન થયું હતું. શનિવારે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

19 વર્ષીય શેફની અરાક શહેરમાં વિરોધ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી,  અહીં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે તેને કસ્ટડીમાં માર માર્યો હતો. જ્યાં સુધી તે મૃત્યુ ન પામે ત્યાં સુધી તેને માથા પર લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો. તે જ સમયે, શાહિદીના પરિવારે કહ્યું કે તેના પર મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઈરાની સત્તાવાળાઓએ  મૃત્યુની જવાબદારી નકારી કાઢી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)