Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની કાર રેલી :ટોરોન્ટોમાં ખાલિસ્તાનના ઝંડા નીચે અનેક કિલોમીટર સુધી ફેલાયેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર અને વાહનો સામેલ

ટોરોન્ટો : કેનેડામાં રહેતા શીખોએ ખાલિસ્તાન આંદોલનના સમર્થનમાં કાર રેલી કાઢી હતી. ટોરોન્ટોમાં કાર રેલી અનેક કિલોમીટર સુધી ફેલાયેલી હતી, જેમાં ખાલિસ્તાનના ઝંડા નીચે અનેક કાર અને વાહનો સામેલ હતા.

ન્યૂઝ એજન્સીના એક પત્રકારે ટ્વિટ દ્વારા આ માહિતી આપી હતી. વાયરલ વીડિયોમાં ટોરોન્ટોમાં આંદોલન અને આગામી ખાલિસ્તાન જનમત સંગ્રહના સમર્થનમાં હજારો ખાલિસ્તાની ઝંડાવાળી કાર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સપ્ટેમ્બરમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ એક વિશાળ કાર રેલીનું આયોજન કર્યું હતું.

થોડા દિવસો પહેલા કેનેડાના ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં દિવાળીની ઉજવણી દરમિયાન ખાલિસ્તાન તરફી અને ભારત પ્રેમીઓ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન એક તરફ ખાલિસ્તાની સમર્થકો ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા, તો બીજી તરફ રાષ્ટ્રવાદી વિચારધારાના સમર્થકો ત્રિરંગો લઈને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. તહેવાર દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:46 pm IST)