Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

યુકેના લેસ્ટરમાં શીખ સૈનિકની પ્રતિમાનું અનાવરણ કરાયું : પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટિશ સેનામાં 20 ટકાથી વધુ શીખો હતા : લેસ્ટર શહેરને પોતાનું ઘર બનાવી સ્થાયી થનારા શીખ સૈનિકોના સન્માનમાં પ્રતિમા ખુલ્લી મુકાઈ

લંડન : વિશ્વભરના સંઘર્ષો દરમિયાન બ્રિટન માટે લડનારા શીખોના સન્માન માટે યુકેના શહેર લેસ્ટરમાં એક શીખ સૈનિકની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રવિવારે વિક્ટોરિયા પાર્કમાં ગ્રેનાઈટ પ્લેટફોર્મ પર શીખ સૈનિકની કાંસાની પ્રતિમા મુકવામાં આવી હતી.

શીખ સૈનિક યુદ્ધ સ્મારક સમિતિએ કહ્યું કે તે પહેલાથી જ ત્યાં રહેલા યુદ્ધ સ્મારકોને પૂરક બનાવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટિશ ભારતીય સેનામાં 20 ટકાથી વધુ શીખો હતા.

આ પ્રતિમા કલાકાર તરનજિત સિંહ દ્વારા બનાવવામાં આવી છે અને શીખ સમુદાય કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી રકમ અને શીખ મંડળોના દાન દ્વારા ચૂકવવામાં આવી છે. શીખ સૈનિક વોર મેમોરિયલ કમિટીના અધ્યક્ષ અજમેર સિંહ બસરાએ જણાવ્યું હતું કે, અમે આ સ્મારકનું અનાવરણ કરતા તે તમામ બહાદુર માણસોના બલિદાનને માન આપવા માટે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ જેમણે એક દેશ માટે લડવા માટે હજારો માઈલની મુસાફરી કરી હતી, જે તેમનું પોતાનું ન હતું. તેમણે કહ્યું કે આ પ્રતિમા તે શીખોને યાદ અપાવશે જેમણે લેસ્ટર શહેરને પોતાનું ઘર બનાવ્યું હતું.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(12:20 pm IST)