Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

અમેરિકામાં પણ છઠ પર્વની ઉમંગપૂર્વક ઉજવણી :સેંકડો ભારતીયોએ ઘણા શહેરોમાં સૂર્યદેવને અર્ઘ્ય આપી ઉત્સવ ઉજવ્યો : ન્યુયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલ અને તેમના પત્ની ડો. આભા જયસ્વાલ ઉજવણીમાં જોડાયા :ન્યુજર્સીમાં લગભગ 1,000 ભારતીય-અમેરિકનોએ ઉજવણી કરી

વોશિંગ્ટનઃ અમેરિકામાં પણ છઠ પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં ભારતીય મૂળના સેંકડો અમેરિકન લોકોએ ઘણી જગ્યાએ છઠ પર્વની ઉજવણી કરી હતી.

ન્યુયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલ અને તેમના પત્ની ડો. આભા જયસ્વાલ ,તથા ન્યુજર્સીમાં લગભગ 1,000 ભારતીય-અમેરિકનો ડોનાલ્ડસન પાર્ક, હાઇલેન્ડ ખાતે ઉગતા સૂર્યને પ્રણામ કરવા પૂજામાં જોડાયા હતા.

'બિહાર એન્ડ ઝારખંડ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' અને બિહાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત છઠની ઉજવણીમાં કોર્પોરેટ દિગ્ગજોના પરિવારોની ભાગીદારી જોવા મળી હતી. જયસ્વાલ મૂળ દેશથી હજારો માઈલ દૂર ભારતીય તહેવારોની ઉજવણીમાં ડાયસ્પોરા સમુદાયના મહત્વ પર પ્રકાશ પાડે છેતેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)