Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી દુર્ઘટનામાં ૨૦૦થી વધુનું રેસ્‍કયુ : હજુ ૧ની શોધખોળ

જુદી-જુદી ટીમો દ્વારા બચાવ અને રાહત કાર્ય : હજુ અનેક લોકો હોસ્‍પિટલમાં સારવારમાં

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબીમાં સર્જાયેલ પુલ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. જ્‍યારે ૨૦૦થી વધુને બચાવી લેવામાં સફળતા મળી છે અને તેઓને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા છે.
હજુ એક વ્‍યકિત લાપતા હોવાથી તંત્ર દ્વારા તેની શોધખોળ માટે સવારથી શોધખોળ હાથ ધરવામાં આવી છે. જુદી-જુદી ટીમો દ્વારા બચાવ અને રાહતકાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે.
તારીખ ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજે આશરે ૭ કલાકે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્‍યો હતો જેથી મોટી હોનારત સર્જાઈ હતી જે દુર્ઘટનાને પગલે વહીવટી તંત્રએ રેસ્‍ક્‍યુ ઓપરેશન ચલાવ્‍યું હતું અને કુલ ૨૦૦ થી વધુ લોકોના સફળ રેક્‍સ્‍યું કરવામાં આવ્‍યા હતા મોરબી પુલ દુર્ઘટનાને પગલેᅠ જામનગરથી SRPF ની ૦૨ પ્‍લાટૂન, વડોદરાથી SDRF ની ૩ પ્‍લાટૂન, રાજકોટ થીᅠ SDRFᅠ નીᅠ ૩ᅠ પ્‍લાટુન,ᅠ રાજકોટ ફાયર બ્રિગેડની ૦૭ ટીમ ૧૦ બોટો સાથે તેમજ ૧૦૮ ની ૪૫ થી વધુ એમ્‍બ્‍યુલન્‍સો અને અન્‍ય નજીકના સ્‍થળની તમામ એમ્‍બ્‍યુલન્‍સ વાનોને તથા એરફોર્સ જામનગરથી ગરૂડ કમાન્‍ડો ૦૧ ટીમ તથા ભુજ અને સુરેન્‍દ્રનગરથી આર્મીની બે કોલમ, તેમજ આર્મીના ૮ ડોક્‍ટર્સ અને પેરા મેડીકલ ટીમ, ગાંધીનગરથી ૨ અને તથા વડોદરાથી ૩ NDRFની ટીમ રવાના કરવામાં આવી હતી તેમજ કોસ્‍ટ ગાર્ડની ૦૨ ટીમ, આર્મીની ટીમ, નેવીની ૦૨ ટીમ, RAF ની ટીમો, ઉપરાંત અન્‍ય નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમો સાધનો સાથે ઘટના સ્‍થળ પર પહોચી તાત્‍કાલિક રેસ્‍ક્‍યુની કામગીરીમાં જોડાયેલ હતા.
જે રેસ્‍ક્‍યુ કામગીરી સોમવાર સુધી ચાલી હતી જે દુર્ઘટનામાં કુલ ૧૩૪ લોકોના મોત થયા હતા તેમજ ઈજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા હતા રેસ્‍કયુ ઓપરેશનમાં અત્‍યાર સુધીમાં કુલ ૨૦૦ થી વધુ લોકોને રેસ્‍કયુ કરી બચાવી લેવામાં આવ્‍યા છે. મુખ્‍યમંત્રી તથા ગૃહ અને મહેસુલ મંત્રીએ તાકીદે ઘટના સ્‍થળની મુલાકાત લઈ, સીવીલ હોસ્‍પિટલ ખાતે મૃતકોના પરિવારજનોને મળી સાંત્‍વના પાઠવી હતી. દરમિયાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ગૃહરાજયમંત્રી હર્ષભાઇ સંઘવીએ મોરબીમાં જ રાત્રી રોકાણકરી રૂબરૂ ઉપસ્‍થિત રહી રેસ્‍ક્‍યુ ઓપરેશન અને બચાવ કામગીરી કરનાર ટીમોને માર્ગદર્શન પૂરૂ પાડી દિશાસૂચનો કર્યા હતા.મુખ્‍યમંત્રી દ્વારા મુખ્‍યમંત્રી રાહતફંડમાંથી બનેલ દુર્ઘટનાને કારણે મૃત્‍યુ પામેલના પરિવારને રૂપિયા ૪ લાખ તથા ઈજાગ્રસ્‍ત થયેલા લોકો માટે ૫૦ હજારની સહાયની રકમ જાહેર કરવામાં આવેલ છે. તેમજ પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાંથી બનેલ દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલ માટે બે લાખની રકમ જાહેર કરવામાં આવેલ છે.ᅠ મુખ્‍યમંત્રી દ્વારા મોરબી સસ્‍પેન્‍શન બ્રીજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્‍યોની સમિતિની રચના કરવામાં આવેલ છે.

 

(11:05 am IST)