Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ભારતમાં ૬૦૦૦ કરોડના ફટાકડા વેચાયાઃ મુંબઇ-મહારાષ્ટ્ર ૧લા નંબરે

કોરોનાની ૨ વરસની મહામારી બાદ લોકોએ મન ભરીને દીપાવલી ઉજવી

મુંબઇ, તા.૧: ૨૦૨૨ની દીપાવલીના તહેવારોની  ઉજવણીમાં આખા  ભારતમાં ૬,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના ફટાકડાનું વેચાણ થયું હતું.  જોકે આખા દેશમાં ફટાકડાનું સૌથી વધુ વેચાણ મહારાષ્ટ્રમાં થયું હોવાના અહેવાલ મળે  છે.

ફટાકડાના વેચાણમાં મહારાષ્ટ્ર બાદ ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાતમાં પણ વધુ વેચાણ  થયું હતું.

તામિલનાડુ   ફાયરવર્ક્‍સ એન્‍ડ એમોર્સીસ મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિયેશન (ટીએનએનએફએએમએ) નાં સૂત્રોએ એવી  માહિતી  આપી હતી કે ૨૦૨૨ના દિવાળીમાં મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્‍તારોમાં  જુદા જુદા પ્રકારના ફટાકડાનું વધુ વેચાણ  થયું હતું.  જોકે  કોરોનાની મહામારીનાં બે વરસની સરખામણીએ ૨૦૨૨ની દિવાળીમાં ફટાકડાનું વેચાણ ઘણું વધુ થયું  હતું.બીજા શબ્‍દોમાં કહીએ તો ૨૦૨૨ની દીપાવલીમાં ફટકડાનું વેચાણ ૨૦૧૬ અને ૨૦૧૯ની દિવાળીમાં થયેલા ફટાકડાના વેચાણ જેટલું  હતું.

(10:34 am IST)