Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઍલન મસ્કનો સપાટો ! ટ્વીટરના તમામ ડાયરેક્ટર્સને કર્યા ઘરભેગા : પોતાના હાથમાં લીધો કંટ્રોલ

ટ્વિટરના ઘ્ચ્બ્ પરાગ અગ્રવાલ બાદ હવે ડાયરેક્ટર્સનો વારો પડી : ઍલન મસ્ક હવે પોતે ઍક જ ડિરેક્ટર રહ્ના છે

ન્યૂયોર્ક તા. ૧ : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના ઘ્ચ્બ્  ઍલન મસ્ક હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક બન્યા પછી ઝડપથી નિર્ણયો લઈ રહ્ના છે. કપનીના ભારતીય મૂળના ઘ્ચ્બ્ પરાગ અગ્રવાલ સહિત અનેક ઍક્ઝિક્યુટિવ્સને હટાવ્યા બાદ હવે ઍલન મસ્કે કપનીના તમામ બોર્ડ ડિરેક્ટર્સને પણ હટાવી દીધા છે. હવે ઍલોન મસ્ક ટ્વિટરના ઍકમાત્ર ડિરેક્ટર છે.
ઍક જાણીતા અમેરિકી અખબારના અહેવાલ મુજબ ઍલોન મસ્કના નજીકના મિત્રોઍ માહિતી આપી છે કે ટ્વિટરના ૨૫ ટકા કર્મચારીને બહારનો રસ્તો બતાવી શકાય ઍવી શક્યતા છે. મસ્કે તેમની સાથે છટણીના મુદ્દે ચર્ચા કરી છે. ઍલોન મસ્કના નજીકના સહાયકો સાહના અતમા ટ્વિટરના બાકીના વરિષ્ઠ અધિકારી સાથે ચર્ચા કરતા જાવા મળ્યા હતા, ટ્વિટરના કન્ટેન્ટ મોડરેશન ઉપરાત તેના ૨૫ ટકા કર્મચારીને છૂટા કરવાના મુદ્દા પર મસ્કનુ ­તિનિધિત્વ કરનારા જાણીતા સેલિબ્રિટી વકીલ ઍલેક્સ સ્પિરો આ ચર્ચામા  સામેલ હતા.
ઍલન મસ્કના લાબા સમયથી સહયોગી ડેવિડ સેશ અને જેસન કેલ્કેનિસ સાહના અતે કપનીની ડિરેક્ટરીમા દેખાઈ રહ્ના છે. તે બને પાસે કપની તરફથી અધિકૃત ઈ-મેઈલ હતા અને તેમનાટાઈટલ્સ ‘સ્ટાફ સોફટવેર ઍન્જિનિયર’ હતા. ડિરેક્ટરીમા મસ્કનુ ટાઇટલ ઘ્ચ્બ્ તરીકે દર્શાવવામા આવ્યુ   હતુ.
આ મિટિગ દરમિયાન, ટીમ નક્કી કરી રહી હતી કે છટણીના ­થમ રાઉન્ડમા , લગભગ ૭,૦૦૦ કર્મચારીમાથી ઍક ક્વાર્ટરને છૂટા કરવામા આવશે. આ છટણી લગભગ તમામ વિભાગોમાથી હશે. સેલ્સ, ­ોડક્ટ, ઍન્જિનિયરિગ, લીગલ અને સિક્યુરિટી વિભાગના કર્મચારીને આગામી દિવસોમા ખાસ કરીને અસર થવાની ધારણા છે.
જા કે આ બધાની વચ્ચે ઍલોન મસ્કે છટણીના સમાચારને નકારી કાઢ્યા હતા. જયારે ઍક ટ્વિટર યુઝરે છટણી અગે ટ્વીટ કરીને ઈલોન મસ્કની ­તિક્રિયા જાણવા માગી તો તેમણે કહ્ના હતુ કે, ‘આ સમાચાર ખોટા છે.’
ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કે ૨૮ ક્ટોબરે ટ્વિટરની કમાન સભાળી હતી, માલિક બન્યા પછી હવે તેમણે ટ્વિટરના ઘ્ચ્બ્ પરાગ અગ્રવાલ, સીઍફ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને કપનીમાથી કાઢી મૂક્યા હતા.(૨૧.૪)

 

(10:22 am IST)