Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

હિમાચલ પ્રદેશમાં બળવાખોરો સામે ભાજપ લાલઘૂમ :ચાર પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશ ઉપાધ્યક્ષને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

હિમાચલ પ્રદેશમાં બળવાખોરો સામે ભાજપે આકરો નિર્ણય લીધો છે. ભાજપે પાંચ બળવાખોરોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ભાજપના આ નેતાઓને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પક્ષમાંથી ટિકિટ ન મળતાં આ નેતાઓએ ભાજપ સામે બળવાખોર વલણ અપનાવતા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. હાંકી કાઢવામાં આવેલા પાંચ નેતાઓમાંથી ચાર ભૂતપૂર્વ ધારાસભ્યો અને એક ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે

કિન્નોરના પૂર્વ ધારાસભ્ય તેજવંત સિંહ નેગીને ભાજપે છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે. ઈન્દોરાના પૂર્વ ધારાસભ્ય મનોહર ધીમાનને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. અનીના પૂર્વ ધારાસભ્ય કિશોરી લાલને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. નાલાગઢના પૂર્વ ધારાસભ્ય કેએલ ઠાકુરને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. ફતેહપુરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ક્રિપાલ પરમારને પણ છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

(12:30 am IST)