Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

દિવાળી પર સરકારે ફોડયો મોંઘવારીનો બોંબ

કમર્શિયલ LPGના ભાવમાં ૨૬૫ રૂપિયાનો વધારો

દિલ્હીમાં કમર્શિયલ સિલેન્ડર ૨૦૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો : ઘરેલુ ૧૪.૨ કિલોવાળો સબસિડીનો ગેસ સિલેન્ડર ૮૯૯.૫૦ રૂપિયાનો મળે છે

નવી દિલ્હી તા. ૧ : દિવાાળીની પહેલા LPG પર મોંઘવારીનો બોમ્બ ફુટ્યો છે. LPGના ભાવમાં ૨૬૫ રૂપિયાનો આજે ભારે વધારો નોંધાયો છે.  રાહતની વાત એ છે કે આ વધારો કમર્શિયલ સિલેન્ડરમાં થયો છે. ઘરેલુ LPGના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

વધારા બાદ દિલ્હીમાં કમર્શિયલ સિલેન્ડર ૨ ૦૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ પહેલા આ ૧૭૩૩ રૂપિયા હતો. મુંબઈમાં ૧૬૮૩ રૂપિયામાં મળનાપો ૧૯ કિલોનો સિલેન્ડર હવે ૧૯૫૦ રુપિયા મોંઘો મળશે. ત્યારે કોલકત્તામાં હવે ૧૯ કિલોનો સિલેન્ડર ૨૦૭૩.૫૦ રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં હવે ૧૯ કિલોવાળો સિલેન્ડર ૨૧૩૩ રૂપિયા થઈ ગયો.

ઘરેલુ LPG સિલેન્ડરની વાત કરીએ તો ૧૪.૨ કિલો વાળો સબસિડીનો ગેસ સિલેન્ડર ૮૯૯.૫૦ રૂપિયાનો મળે છે. ઉલ્લેખનીય છે કે ૬ ઓકટોબરે આના ભાવમાં વધારો થયો છે. ત્યારે એક ઓકટોબરે આના ભાવમાં વધારો થયો હતો. ત્યારે એક ઓકટોબરે ફકત ૧૯ કિલો વાળા કમર્શિયલ સિલેન્ડરોના ભાવ વધ્યા હતા. કોલકતામાં ૯૨૬ અને ચેન્નાઈમાં હજું પણ ૧૪.૨ કિલો વાળો LPG સિલેન્ડર ૯૧૫.૫૦ રુપિયામાં મળી રહ્યું છે. કાચા તેલની વઘતી કિંમતોને જોતા આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે  આ વખતે LPG  સિલેન્ડરના ભાવ ૧૦૦૦ રૂપિયા પાર જતા રહેશે.

દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં LPG સિલેન્ડરના ભાવ ૬૯૪ રુપિયા હતા. જેને ફેબ્રુઆરીમાં વધારીને ૭૧૯ રુપિયા કરી દેવાયા. ૧૫ ફેબ્રુઆરીમાં ભાવ વધારીને ૭૬૯ કર્યા તો એ બાદ ૨૫ ફેબ્રુઆરીએ LPG  સિલેન્ડરના ભાવ ૭૯૪ રૂપિયા કરી દેવાયા.  માર્ચમાં તેનો ભાવ ૮૧૯ રુપિયા કરાયો તો. જુલાઈમાં ૮૩૪.૫૦ નો થયો. ૧૮ ઓગસ્ટની કિંમતોમાં ૨૫ રૂપિયાનો વધારો કરી ૮૫૯.૫૦ રુપિયા પર પહોચી ગયો. એ બાદ સપ્ટેમ્બરે વધું ૨૫ રૂપિયા વધી ગયા તથા ઓકટોબર ૧૫ રૂપિયા વધું મોંઘુ થયુ.

મહિના

દિલ્હી

કોલકતા

મુંબઈ

ચેન્નાઈ

નવેમ્બર ૧, ૨૦૨૧

૨૦૦૦.૫

૨૦૭૩.૫

૧૯૫૦

૨૧૩૩

ઓકટોબર ૧, ૨૦૨૧

૧૭૩૬.૫

૧૮૦૫.૫

૧૬૮૫

૧૮૬૭.૫

સપ્ટેમ્બર ૧, ૨૦૨૧

૧૬૯૩

૧૭૭૦.૫

૧૬૪૯.૫

૧૮૩૧

ઓગસ્ટ ૧૮, ૨૦૨૧

૧૬૪૦.૫

૧૭૧૯.૫

૧૫૯૭

૧૭૭૮.૫

ઓગસ્ટ ૧, ૨૦૨૧

૧૬૨૩

૧૭૦૧.૫

૧૫૭૯.૫

૧૭૬૧

જુલાઈ ૧, ૨૦૨૧

૧૫૫૦

૧૬૨૯

૧૫૦૭

૧૬૮૭.૫

જૂન ૧, ૨૦૨૧

૧૪૭૩.૫

૧૫૪૪.૫

૧૪૨૨.૫

૧૬૦૩

મે ૧, ૨૦૨૧

૧૫૯૫.૫

૧૬૬૭.૫

૧૫૪૫

૧૭૨૫.૫

એપ્રિલ ૧, ૨૦૨૧

૧૬૪૧

૧૭૧૩

૧૫૯૦.૫

૧૭૭૧.૫

માર્ચ ૧, ૨૦૨૧

૧૬૧૪

૧૬૮૧.૫

૧૫૬૩.૫

૧૭૩૦.૫

ફેબ્રુઆરી ૨૫, ૨૦૨૧

૧૫૧૯

૧૫૮૪

૧૪૬૮

૧૬૩૪.૫

ફેબ્રુઆરી ૧૫, ૨૦૨૧

૧૫૨૩.૫

૧૫૮૯

૧૪૭૩

૧૬૩૯.૫

ફેબ્રુઆરી ૪, ૨૦૨૧

૧૫૩૩

૧૫૯૮.૫

૧૪૮૨.૫

૧૬૪૯

(10:01 am IST)