Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

શબાના આઝમીએ એરપોર્ટ પર લાગેલા સાઈનબોર્ડનો શેર કર્યો ચોંકાવનારો ફોટો

હિન્દી અને અંગ્રેજીનાં બંનેના અર્થ અલગ અલગ !!!

 

મુંબઈ : ટોચની અભિનેત્રી શબાના આજમી સોશિયલ મીડિયા પર  એક્ટિવ રહે છે અને હંમેશા કેટલાંય મુદ્દાઓ પર પોતાના વિચારો મુકે છે. વખતે શબાના આજમીએ એક ફોટો શેર કર્યો જેને જોઈ તે પોતે પણ ચોંકી ગઈ.

   શબાના આજમીએ ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં લાગ્યા સાઈન બોર્ડની એક ફોટો શેર કર્યો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું સાઈન બોર્ડ જુનો છે. તેના પર અંગ્રેજીમાં જે લખ્યું હતુ તેનો અર્થ કઈક અલગ થાય છે.

   સાઈન બોર્ડ પર હિન્દીમાં લખ્યૂ હતુ કે ફર્શ પર ખાવાની સખત મનાઈ છે. જ્યારે અંગ્રેજીમાં લખ્યું હતુ કે 'Eating carpet strictly prohibited'. તેનો અર્થ છે કે કારપેટને ખાવાની સખત મનાઈ છે. શબાના આજમીએ કેપ્શનમાં લખ્યું - સાચે

    તાજેતરમાં શબાના આજમી પોતાના એક ટ્વીટને લઈને ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ટ્રોલ કરનારને કડક જવાબ આપ્યો હતો. શબાનાએ ટ્વિટ કરી લખ્યું કે હું વાત થી હેરાન છુ કે શાહરૂખ ખાનની દિવાળી ગ્રીટિંગથી કેટલાંક લોકો ગુસ્સામાં છે અને તેને તિલક લગાવવાથી ખોટો મુસલમાન કહી રહ્યાં છે. ઈસ્લામ એટલો નબળો નથી કે સુંગર ભારતીય પરંપરાને ફોલો કરવાથી તેને ખતરો હોય. ભારતની સુંદરતા તેની ગંગા જમુની તહજીબમાં છે

(12:11 am IST)