Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મહા વાવાઝોડાને લઇને ગૃહ મંત્રાલયની NDRF સાથે મહત્વની બેઠક : તૈયારીઓ અંગે ચર્ચા કરાઈ

લક્ષદ્વીપમાં ભારે પવન ફૂંકાવાની સાથે અનેક સ્થળોએ વરસાદ પડ્યો.

નવી દિલ્હી : અરબ સાગરમાં એક સાથે બે ચક્રવાત ઉદ્દભવવાને કારણે દક્ષિણ ભારતમાં અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં મહા વાવાઝોડું પૂર્વ-મધ્ય અરબ સાગરમાં એક બહુ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. મહા વાવાઝોડાની અસરને કારણે લક્ષદ્વીપમાં ભારે પવન ફૂંકાવાની સાથે અનેક સ્થળોએ વરસાદ પડ્યોહતો

             લક્ષદ્વીપના કલ્પેની દ્વીપ પર ભારે વરસાદે તબાહી મચાવી. બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવા અંગે ચેતવણી જાહેર કરી છે. સાથે જ માછીમારોને લક્ષદ્વીપ અને દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં પ્રવેશ ન કરવા સલાહ આપી છે. મહા વાવાઝોડાને લઇને ગૃહ મંત્રાલયે એનડીઆરએફ સાથે મહત્વની બેઠક યોજી. જેમાં મહા વાવાઝોડાથી બચવા માટે તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી.

(11:35 pm IST)