Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઈમરાનના ઉંબાડિયા ખોટા : પાકિસ્તાનીઓને કાશ્મીરની નહીં , પણ મોંઘવારી અને બેરોજગારીની ચિંતા વધુ : સર્વેમાં ખુલાસો

પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારી

નવી દિલ્હી : પાકિસ્તાનની ઇમરાન સરકાર કાશ્મીર મુદ્દે ભારત સાથે યુદ્ધનો રાગ આલાપતું હોય પરંતુ  પાકિસ્તાનની જનતાને કાશ્મીર નહી પરંતુ સૌથી વધારે ચિંતા મોંઘવારી અને બેરોજગારીની છે. એક સર્વેમાં આ ખુલાસો થયો છે.

ગલપ અને ગિલાની પાકિસ્તાનના આ સર્વે પ્રમાણે સર્વેમાં સામેલ 53 ટકા લોકોનું માનવું છે કે, દેશની સામે સૌથી મોટી સમસ્યા અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારી છે. મોંઘવારી બાદ 23 ટકા લોકોએ બેરોજગારી, 4 ટકા લોકોએ ભ્રષ્ટાચાર અને 4% લોકોએ જળ સંકટને સૌથી મોટો મુદ્દો ગણાવ્યો. જ્યારે સર્વેમાં માત્ર 8 ટકા લોકોએ કાશ્મીરને મહત્વનો મુદ્દો ગણાવ્યો.

આ સર્વેમાં લોકોએ રાજનીતિક અસ્થિરતા, વિજળીનું સંકટ, ડેંગ્યૂ જેવા મુદ્દાઓના પણ નામ લેવાયા. સર્વેમાં બલૂચિસ્તાન, ખૈબર, પખ્તૂનખ્વા, પંજાબ અને સિંધના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

(8:24 pm IST)