Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કાશ્મીરમાં ભાજપના બે નેતાઓના વાહનો સળગાવી દીધા

જમ્મુ : દક્ષિણ કાશ્મીરના  કુલગામમાં આજે શુક્રવારે ભારતીય જનતા પક્ષના જિલ્લા મહામંત્રી આદિલ  અહમદ અને બીજા એક હોદ્દેદારના બે વાહનોને આતંકવાદીઓએ સળગાવી દીધા છે : છેલ્લા ૪ દિવસમાં કુલગામમાં આ ત્રીજી આતંકી ઘટના બની છે : આ પહેલા કુલગામમાં પશ્ચિમ બંગાળના પાંચ મજૂરોની હત્યા કરવામાં આવી હતી : કુલગામના બુની ગામમાં ઓટોમેટીક હથિયારો સાથે આતંકવાદીઓની એક ટુકડી ધસી આવી હતી અને બુની ગામના ગુલામનબીદારના ઘર પાસે વાહનને સળગાવી દીધુ હતુ, તે પછી ભાજપ નેતાના વાહનને સળગાવી દીધેલ અને જેહાદી સૂત્રો પોકાર્યા હતા : આતંકીઓના ડરથી એ સમયે કોઈપણ લોકો ઘરની બહાર નીકળ્યા ન હતા

(5:31 pm IST)