Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઈન્દીરા માટે ભારતીયો પહેલા અને ભારત સદા અગ્રેસર રહેલ

નવીદિલ્હીઃ ૧: ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ હું ૧૧ વાગ્યે મારી ઓફિસે જવા નીકળી હતી. હું બસ સ્ટેન્ડ પર પહોંચી અને ગણતરીની મિનિટોમાં બસ આવી ગઈ. હું બસમાં ચઢી અને બસ ખીચોખીચ ભરેલી નહોતી. અન્ય દિવસોમાં જેટલી ભીડ હોય છે તેટલી પણ ભીડ જોવા ન મળી. રસ્તાઓ પણ સૂના હતા. મે નોંધ લીધી કે અનેક લોકો ઉતાવળે કયાંક જઈ રહ્યા હતા. કંઈક તો ખોટું થયું હતું. પણ મને કંઈ સમજાયું નહીં.

હું લિક હાઉસ પહોંચી ત્યાં મારી ઓફિસ હતી. મારા સિનિયર કુલીંગ દોડતા દોડતાં આવ્યા. તેમણે જોઇને કહ્યું કે શું કંઈક ખોટું થયું છે . ત્યારે મને તેમણે જણાવ્યું કે ઈન્દિરા ગાંધીને ગોળી મારી દેવામાં આવી છે. હું પણ ગભરાઈ ગઈ? હવે શું કરીએ ? અમે એઈમ્સ તરફ દોટ મૂકી જયાં તેમને ગોળી માર્યા બાદ લઈ જવાયા હતા. અમે જયારે એઈમ્સ પહોંચ્યા તો ત્યાં ભીડ હતી. અમે પ્રવેશતાની સાથે નોંધ લીધી કે સેકડો પત્રકારો ત્યાં આવી પહોંચ્યા હતા.

હોસ્પિટલના ગેટ પર મોટી ભીડ હતી. કોઈએ કહ્યું કે ઈન્દિરા ગાંધીને છઠ્ઠા માળે શિફટ કરાયા છે અને તેમને સોનિયા ગાંધી અહીં લઇને આવ્યા હતા. અમને જાણ કરાઈ કે મોટું ઓપરેશન હાથ ધરાયું છે. લગભગ સાડા બાર વાગ્યાથી ૧ વાગ્યા વચ્ચે ધ પેટ્રિઓટ બ્યૂરો ચીફ જહોન દયાલ ઉતાવળે આવ્યા. તેઓ દરવાજા તરફ દોડયા. મને ઉત્સુકતા થઈ કે તેઓ કેમ આટલી ઉતાવળે જઈ રહ્યા છે. મંે જહોનને પૂછયું શું થયું ? કયાં જાઓ છો? તેમણે કહ્યું કે ઈન્દિરા ગાંધીનું નિધન થઈ ગયું છે.

આ સાંભળતાની સાથે જ જાણે બધું થંભી ગયું. પણ મેં ભાનમાં આવી ફરી પૂછયું કે આવું કેવી રીતે થઈ શકે. બીબીસી રેડિયો પર માર્ક તુલી પણ ભાંગી પડ્યા હતા. જહોનના ગયા પછી મે બીબીસી બ્યુરોના ચીફ સતિસ જેકોબને જોયા. ત્યાંથી પુષ્ટિ થઈ ગઈ કે ઈન્દિરા ગાંધી મૃત્યુ પામ્યા.

દિલ્હીમાં તેના પછી શીખો પર તવાઈ આવી. આગચંપી, લૂંટની ઘટનાઓ બની. અનેક લોકો કહેવા લાગ્યા કે શા માટે ઈન્દિરા ગાંધીએ શીખ લોકોને પોતાની સુરક્ષા માટે રાખ્યા ? જો ઓપરેશન બ્લૂસ્ટાર ન થયું હોત તો આજે પણ તેમના માટે હીરો જ હતા. તેમના માટે હંમેશા ભારતીયો પહેલાં જ રહ્યા અને ભારત તેમના માટે અગ્રેસર રહ્યું. (સુપ્રસિધ્ધ પત્રકાર માર્ક તુલીના સંસ્મરણોમાંથી)

(3:26 pm IST)