Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સાહેબ ! આટલો અહંકાર ન રાખો,સમયના સાગરમાં કેટલાય સિકંદર ડૂબી ગયા :સંજય રાઉતના ટ્વીટથી રાજકીય હલચલ

કેબિનેટ પદની ઓફર અંગે સંજય રાઉતે અમે કોઈ વેપારીઓ નથી: શિવસેના બે-તૃતીયાંશ બહુમતી મેળવી શકે

મુંબઈ : મુખ્યમંત્રી પદ માટે મહારાષ્ટ્રમાં થયેલા ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે ફરીથી તીવ્ર વલણ બતાવ્યું છે. સંજય રાઉતનું કહેવુ છે કે લેખિતમાં લો, મુખ્યમંત્રી શિવસેનાના હશે. આ સિવાય તેમણે ટ્વીટ દ્વારા નામ લીધા વિના ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું.

   સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું કે, 'સાહેબ! આટલો પણ અહંકાર ન રાખો, સમયના સાગરમાં કેટલાય સિકંદર ડૂબી ગયા છે. જો કે, આ ટ્વિટમાં કોઇપણ પ્રકારનું નામ લીધું નહોતું પરંતુ શિવસેના નેતાનો ઇશારો સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી તરફ હતા

   સંજય રાઉતે કહ્યું કે, જેમની પાસે બહુમતી નથી, તેઓ સરકાર બનાવવાનું ન વિચારે. ભાજપ દ્વારા કેબિનેટ પદની ઓફર અંગે તેમણે કહ્યું કે અમે કોઈ વેપારીઓ નથી. સંજય રાઉતે કહ્યું કે શિવસેના બે-તૃતીયાંશ બહુમતી મેળવી શકે છે.

(12:31 pm IST)