Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ચોંકાવનારો રિપોર્ટ

દિલ્હી - હરિયાણા - ઉત્તરાખંડની હવા શ્વાસ માટે લાયક નથીઃ મોતના આંકડા વધી રહ્યા છે

નવી દિલ્હી તા. ૧: દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસના શ્વાસ રૃંધતા વાતાવરણમાં રાષ્ટ્રીય આરોગ્ય પ્રોફાઇલ-ર૦૧૯ના રિપોર્ટમાં શ્વાસને લગતી બિમારીઓ બાબતે મોટો ખુલાસો થયો છે. તેના અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં શ્વછાસની બિમારીથી મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

ર૦૧૮ની સાલમાં એકયુટ રેસ્પીરેટરી ઇન્ફેકશનથી ૩૭૪૦ દરદીઓના મોત થયા હતા. જેમાં પશ્ચિમ બંગાળના ૭૩ર, યુપીના ૬૯૯, દિલ્હીના ૪૯ર, ઉત્તરાખંડના ૮૬, હિમાચલના ૧૪પ, હરિયાણાના ૮ અને પંજાબના ર૪ લોકોના મોત શ્વાસને લગતી બિમારીઓથી થયા હતા, દેશભરમાં ૪.૧૯ કરોડ લોકો શ્વાસને લગતી બિમારી ધરાવે છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય બુધ્ધિમત્તા બ્યુરો (સીબીએચઇ)ના આ રિપોર્ટ અનુસાર ર૦૧૮માં સૌથી વધુ ૬૯.૪૭ ટકા લોકો શ્વાસ સંબંધી રોગોવાળા હતા. ડાયેરીયાના ર૧.૮૩, ટાઇફોઇડના ૧.પ૪ ટકા દરદીઓ જોવા મળ્યા. આ દરમ્યાન દરદીઓના મોતના આંકડા જોઇએ તો પ૭.૮૬ ટકા દરદીઓના મોત ન્યુમોનીયા અને શ્વાસની બિમારીના કારણે થયા હતા. દિલ્હી એમ્સના ડોકટરો અનુસાર શ્વાસ અંગેના રોગોમાં સીઓપીડી (કાળો દમ) સૌથી વધારે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. દિલ્હી એમ્સમાં આના લગભગ ર થી ૩ લાખ દરદીઓ વરસે ઓપીડીમાં આવે છે. ડોકટરો અનુસાર શ્વાસના દરદીઓ માટે વાયુ પ્રદુષણ ઝેર જેવું ગણાય છે.

(11:32 am IST)