Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ભારતની ભાવિ પેઢીને વોકેશ્નલ ટ્રેનીંગ દ્વારા પગભર કરતી NGO 'પ્રથમ'ના ઉપક્રમે યુ.એસ.માં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ કેલિફોર્નિયા મુકામે યોજાઇ ગયેલા પ્રોગ્રામમાં ૨.૫ મિલીઅન ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયાઃ ભારતમાં જુદા જુદા ગ્રામિલ તથા છેવાડાના વિસ્તારોમાં વોકેશ્નલ ટ્રેનીંગ સેન્ટર દ્વારા ભાવિ પેઢીને પગભર કરવા તથા અદ્યતન ટેકનોલોજીથી સજજ કરવા માટે કાર્યરત NGO 'પ્રથમ' ના ઉપક્રમે તાજેતરમાં અમેરિકામાં ૨૯ સપ્ટેં. ૨૦૧૮ના રોજ ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો.

હંટીંગટન બિચ,કેલિફોર્નિયા મુકામે યોજાયેલા આ પ્રોગ્રામમાં ૨.૫ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઉ ગયુ હતું જે આપવા માટે ઉપસ્થિત દાતાઓ વચનબધ્ધ થયા હતા.

આ પ્રસંગે ૨૫૦ જેટલા અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં સેનેચર કોરી બુકર, શ્રી સુદેશ તથા સુશ્રી ચિત્રા અરોરા ફેમીલી ફાઉન્ડેશન, મોદી ફેમીલી, સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ, પ્રથમ કો-ફાઉન્ડર ડો. માધવ ચવન સહિતનાઓનો સમાવેશ થયો હતો.

(9:13 pm IST)