Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

મોદી ગઇકાલે પ્રવચનમાં ફેવરિટ શબ્દ 'મિત્રો' શબ્દ છોડી ૧૬ વાર 'સાથીઓ' બોલ્યા

શું પીએમએ 'મિત્રો'ને તિલાંજલિ આપી દીધી?

મુંબઇ, તા. ૧,  મિત્રો. નરેન્દ્રભાઇ મોદીનો આ ફેવરીટ શબ્દ છે અને એ હવે જગજાહેર પણ છે કે નરેન્દ્રભાઇ મોદી પોતાની સ્પીચમાં આ શબ્દનો ઉલ્લેખ વારંવાર કરે છે. નોટબંધી સમયે પણ તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને એ પછી તો મોદીનું 'મિત્રો' અતિશય લોકપ્રિય થઇ ગયું હતું અને સોશ્યલ મીડિયાથી માંડીને મિમિક્રી આર્ટિસ્ટોમાં પણ ખૂબ પોપ્યુલર થઇ ગયું હતું. જોકે હવે નરેન્દ્રભાઇ મોદીએ પોતાના આ સુપ્રસિદ્ધ શબ્દને તિલાંજલિ આપી દીધી છે અને 'મિત્રો'ને બદલે તેમણે 'સાથીઓ' બોલવાનું આરંભી દીધું છે. ગઇકાલે સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણ પહેલા નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્પીચમાં તે એક પણ વખત આ 'મિત્રો' શબ્દ બોલ્યા નહીં. એને બદલે તેમણે ૧૬ વખત 'સાથીઓ' શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેને લીધે મોટા ભાગના લોકોને અજુગતું પણ લાગ્યું હતું તો કેટલાકને તો નરેન્દ્રભાઇ મોદીના આ ફેવરિટ શબ્દ 'મિત્રો' વિનાની તેમની સ્પીચ સાંભળવાની મજા પણ નહોતી આવી. (૮.૪)

(11:34 am IST)