Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

મારૂતિ સુઝુકી કંપની દ્વારા દિવાળી તહેવાર માટે ૭પ હજાર સુધીના ડિસ્‍કાઉન્‍ટની ઓફર

દિવાળી નજીક છે અને દરમિયાન લોકો કારની ખરીદી પણ કરતા હોય છે. જેને પગલે કંપનીઓ ગ્રાહકોને વિવિધ ઓફર્સ આપે છે. દિવાળીએ પણ આવી શાનદાર ઓફર્સ સાથે કંપનીઓ મેદાને આવી છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ દિવાળીના પગલે પોતાની પોપ્યુલર કાર્સ પર 75,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. જાણો, મારુતિની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે….

અલ્ટો 800

મારુતિની પોપ્યુલર કાર પર દિવાળી ઓફરમાં 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. જેમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ સામેલ છે.

અલ્ટો K 10

અલ્ટો 800થી થોડી વધારે કિંમત ધરાવતી કાર પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કારના એએમટી વેરિયંટ પર 55,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. આમાં પણ કંપની તરફથી આપવામાં આવતું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ પણ સામેલ છે.

મારુતિ વેગન આર

ઓલ્ટોથી ઉપરની રેન્જની પોપ્યુલર કારના પેટ્રોલ વર્ઝન પર 55,000રૂ., CNG વર્ઝન પર 60,000 રૂપિયા અને એએમટી વર્ઝન પર 65,000 રૂપિયાની છૂટ મળી શકે છે. આમાં પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અમે એક્સચેન્જ બોનસ સામેલ છે.

મારુતિ સેલેરિયો

મારુતિની એએમટી કારને ખૂબ પસંદ કરવામાં આવે છે. કારણે કપંની દિવાળીમાં કાર પર પણ ઓફર આપી રહી છે. સેલેરિયોના LXi વેરિયંટ પર 45,000 રૂપિયા, ZXi વેરિયંટ પર 55,000 રૂપિયા અને એએમટી વેરિયંટ પર 60,000 રૂપિયાની છૂટ મળી રહી છે. જેમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ ઓફર્સ પણ છે.

મારુતિ અર્ટિગા

મારુતિ દિવાળી બાદ 21 નવેમ્બરે નવી અર્ટિગા લોન્ચ કરવાની છે. પહેલા કંપની જૂનો સ્ટોક વેચવા માટે વર્તમાન જનરેશન અર્ટિગા પર સૌથી વધારે છૂટ આપી રહી છે. અર્ટિગાના પેટ્રોલ વર્ઝન પર 30,000 રૂપિયા, સીએનજી વર્ઝન પર 25,000 રૂપિયા અને ડીઝલ SHVS વેરિયંટ પર 75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આમાં પણ અલગ-અલગ ઓફર્સ સામેલ છે.

મારુતિ સ્વિફ્ટ

મારુતિની પોપ્યુલર કારમાંથી એક છે. કંપનીએ નવી સ્વિફ્ટને વર્ષની શરૂઆતમાં લોન્ચ કરી છે. કારના પેટ્રોલ વર્ઝન પર 25,000 રૂપિયા અને ડીઝલ વર્ઝન પર 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ સામેલ છે.

મારુતિ ડિઝાયર

મારુતિની સ્ટાઈલિશ સબ-કોમ્પેક્ટ સિડાન પર છૂટ મળી રહી છે. કારના પેટ્રોલ વર્ઝન પર 25,000 રૂપિયા અને ડીઝલ વર્ઝન પર 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. આમાં પણ અલગ-અલગ ઓફર્સ સામેલ છે. ઓફર્સનો યોગ્ય લાભ લેવા માટે તમે મારુતિ ડીલરશીપનો સંપર્ક કરી શકો છો.

(12:00 am IST)