Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

હિમસ્ખલનથી વાયુસેનાના ૧૦ જવાન લાપતા થયા

ઉત્તરાખંડના ત્રિશુલ પર્વત પર દુર્ઘટના

રાંચી, તા. : ઉત્તરાખંડમાં માઉન્ટ ત્રિશુલ નામના પર્વત પર ચઢાઈ કરતી વખતે વાયુસેનાની એક ટુકડી સાથે મોટી દુર્ઘટના બની છે. ટીમ ચઢાઈ કરી રહી તે વખતે હિમસ્લખન થયું હતું. દુર્ઘટનામાં ૧૦ પર્વતારોહક લાપતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પછી એક રાહત ટીમને નહેરુ પર્વતારોહરણ સંસ્થાનમાંથી તાત્કાલિક માઉન્ટ ત્રિશુલ તરફ રવાના કરવામાં આવી છે. વાયુસેનાની ટુકડી ૧૫ દિવસ પહેલા ૭૧૨૦ મીટર ઉંચાઈ પર આવેલા ત્રિશૂલના શિખર પર આરોહણ કરવા માટે પહોંચી હતી. શુક્રવારે સવારે ટુકડી શિખર તરફ આગળ વધી રહી હતી ત્યારે હિમ સ્ખલન થતા ટુકડી તેમાં સપડાઈ ગઈ હતી. લાપતા પર્વતારોહીઓને શોધવા માટે હેલિકોપ્ટરથી એક ટીમ રવાના કરવામાં આવી છે. માઉન્ટ ત્રિશુલ પર ત્રણ પર્વતોના શિખર એકઠા થાય છે અને તેટલા માટે તેને ત્રિશુલ નામ આપવામાં આવ્યુ છે.

(7:25 pm IST)