Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સેના પ્રમુખ નરવણે અચાનક ૨ દિવસના લદ્દાખ પ્રવાસે જશે : તમામ સ્થિતિનું નિરીક્ષણ કરશે

ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે નવાજૂનીના એંધાણ? : ભારત અને ચીન વચ્ચે થોડાક સમય પહેલા ૧૨મી બેઠક યોજાયેલ : ૧૩મી બેઠક થવાની સંભાવના

નવી દિલ્હી તા. ૧ : ભારત અને ચીન સાથેના વધી રહેલા સીમા વિવાદને લઈને ફરી એક ચોંકવનારી ખબર સામે આવી છે. ચીન LAC પર તેના સૈનિકોને વધારી રહ્યું છે તેવી માહિતી સામે આવી હતી. સાથેજ તે મોટા પ્રમાણમાં હથિયારો એકઠા કરી રહ્યું છે તેવી માહિતી પણ સામે. જેથી હવે આર્મી ચીફ એમએમ નરવણે ૨ દિવસના લદ્દાખ પ્રવાસે જઈ રહ્યા છે.

ઠંડીની સીઝનના આગમન સાથેજ સેના પ્રમુખ લદ્દાખમાં જઈ રહ્યા છે. જેથી તેમની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. અધિકારીઓએ આપેલી માહિતી પ્રમામે આ સમયગાળામાં આર્મી ચીફ સૌથી અઘરા વિસ્તારમાં જઈને ત્યાની સ્થિતી અને ત્યાના સૈનિકો સાથે વાતચીત કરવાના છે.

જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા એક વર્ષથી લદ્દાખની સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો આ વિવાદને ઓછો કરવા ઘણા પ્રયાસો કર્યા છે. ભારત અને ચીન વચ્ચે હાલજ થોડાક સમય પહેલા ૧૨મી બેઠક યોજાઈ હતી. બંને દેશો વચ્ચે હજું પણ હોટ સ્પ્રિંગ ફ્રિકશનને લઈને સમાધાન નથી થયું.

એવું મનાવમાં આવી રહ્યું છે સમગ્ર મામલે ૧૩મી બેઠક થવાની સંભવના છે. બંને દેશો વચ્ચે આ બેઠકને લઈને સહમતી પણ થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીમા વિવાદને લઈને આ મહિને બેઠક થઈ શકે છે. અગાઉ ૧૨ જુલાઈએ બંને દેશો વચ્ચે ૧૨મી વખત બેઠક થઈ થઈ હતી.

પેંગોન્ગ લેક અને ગોગરા હાઈટ્સ પાસે વિવાદ ઘણા હદે વાતચીત દ્વારા સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. હોટ સ્પ્રિન્ગ ચીન સાથેના વિવાદનું અંતિમ ક્ષેત્ર છે. જેના પર બંને દેશો વચ્ચે સહમતી થવાવી હજું બાકી છે. આ એજ વિસ્તાર છે. જયા ચીને ૨૦૨૦માં યથાસ્થિતી બદલાવનો પ્રયાસ કર્યો હતો.

અગાઉ દેપસાંગ પ્લેન્સ અને ડેમચૌક પણ વિવાદીત રહ્યા છે. જે વિસ્તાર ૨૦૨૦ પહેલાથી વિવાદમાં છે. આપને જણાવી દીએ કે ભારત અને ચીને સરહદ પર પોતાના ૫૦ હજાર સૈનિકોને ઉચાંઈ વાળા વિસ્તાર પર તૈનાત કર્યા છે.

ઉલ્લેખનીય છે વધતો જતો વિવાદ બંને દેશો સમાપ્ત થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે. સાથેજ વાતચીત કર્યા પછી બંને દેશો પોતાના સૈનિકોની સંખ્યા સરહદ પર ઓછી કરી રહ્યા છે. પરંતુ વારંવાર ચીન તેના સૈનિકોનવે સરહદ પર વધારતું જાય છે. જેના કારણે આ સમગ્ર વિવાદ વધતો જઈ રહ્યો છે.

(3:18 pm IST)