Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રિફંડ ઉપરાંત GST નંબર ફાળવણીમાં પણ અધિકારીઓના વ્યાપક ઉઘરાણા

રૂ ૫ થી ૧૦ હજારની વસુલાત બાદ જ નંબર ફાળવતા હોવાની ચર્ચા

મુંબઇ,તા. ૧ : રિફંડ મેળવવા માટે તો સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીમાં તો કેટલાક અધિકારીઓ દ્વારા ઉઘરાણુ કરવામાં આવી રહ્યા હોવાનું કહેવાય જ છે. સાથે સાથે જીએસટીનો નંબર મેળવવા અથવા તો રદ થયેલો નંબર ફરીથી શરૂ કરવા માટે પણ વેપારીએ ઓછા ધક્કા ખાવા પડે તે માટે પાંચથી ૧૦ હજાર સુધીનું ઉઘરાણું કરવામાં આવી રહ્યુ હોવાની ફરિયાદ ઉઠી છે.

જીએસટી આવ્યા બાદ ઇન્સ્પેકટરરાજ ખાતમ થશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા હતા કારણ કે મોટાભાગની કામગીરી  ઓનલાઇન જ કરવામાં આવતી હોવાથી અધિકારીઓની કનડગત વેપારીઓએ ઓછી વેઠવી પડશે તેવી ગણતરી હતી. જીએસટી લાગુ થયાના ચાર વર્ષ બાદ આ ગણતરી ખોટી પડી રહી હોવાનો અનુભવ વેપારીઓને થઇ રહ્યો છે. કારણ કે પહેલા પણ રિફંડ મેળવવા માટે અધિકારીઓને ભોગ ધરાવતો પડતો હોવાનું વેપારી વર્તુળમાં જ ચર્ચાય છે. ત્યારબાદ લાગુ થયેલા જીએસટીમાં પણ પહેલા જેવી જ સિસ્ટમથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત જીએસટી નંબર રદ થયો હોય તો તેને ચાલુ કરાવવા માટે અથવા તો નવો જીએસટી નંબર લેવા માટે પણ આ જ રીતે ઉઘરાણા કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. તેમાં પાંચથી ૧૦ હજાર રૂપિયા સુધીની ઉઘરાણુ કરતા હોવાનું વેપારીઓ જ કહી રહ્યા છે. જેથી આ બાબતની પણ તપાસ કરવામાં આવે તો વેપારીઓને થતી પરેશાની દૂર થઇ શકે તેમ છે. 

એક અધિકારીએ વેપારીને સવારથી સાંજ બેસાડી રાખ્યો

જીએસટી નંબર લેવા માટે એક અધિકારીએ સ્ટેટ જીએસટીમાં અરજી કરી હતી. અરજી કર્યા બાદ તેને અરજી બબે વખત રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તે અધિકારીને રૂબરૂ ગયા બાદ સાહેબ તમારી જે પણ સેવા હોય તે થઇ જશે તેવી વાત કરતા એકે સપ્તાહ પછી તેના કન્સલ્ટન્ટ હસ્તક પાંચ હજારના ઉઘરાણાની વાત કરી હતી. જેથી વેપારી તે આપવા માટે જ્યારે બહુમાળીના સામેના ભાગે આવેલા જીએસટી ભવન ખાતે ગયો ત્યારે સવારથી સાંજ સુધી તેને બેસાડી રાખ્યો અને ચાર વખત તે અધિકારી આખા ભવનમાં કોઇ અજાણ્યાની અવરજવર તો નથી તેની પુરતી ચકાસણી કર્યા બાદ જ ભોગ સ્વીકાર્યો હોવાની હકીકતો જાણવા મળી છે

(9:54 am IST)