Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

IRDAએ જારી કરી નવી માર્ગદર્શિકા

અલ્ઝાઇમર, પાર્કિસન્સ સહિતની બિમારી પર મળશે વીમા કવચઃ લાખો દર્દીઓને મળી શકશે લાભ

નવી દિલ્હી, તા.૧: વીમા કંપનીઓ હવે વર્ક પ્લેસ પર જોખમ ભરેલી ગતિવિધિઓ અને આર્ટિફિશિયલ લાઇફ મેન્ટેનન્સથી ભરેલી બીમારીઓ, માનસિક રોગ, ઉંમર સંબંધિત બીમારી, અને જન્મજાત બીમારીને હેલ્થ કવરમાંથી બહાર કરશે નહીં. આ નિર્ણયથી લાખો વીમા ધારકોને ફાયદો થશે.

વીમા નિયામકે સોમવારના રોજ કહ્યું કે ઉંમરના સંબંધિત સમસ્યા અને કેટરેકટ સર્જરી, ની-કેપ રિપ્લેસમેન્ટ, અલ્જાઇમર અને પાર્કિસન્સ પણ હવે કવર થશે. જયારે ફેકટરી કર્મચારી, ખતરનાક રસાયણની સાથે કામ કરનાર લોકો, જેના સ્વાસ્થ્ય પર જેની લાંબાગાળે મોટી અસર થાય છે, તેમને શ્વાસ અને ત્વચા સંબંધિત સારવારથી ઇન્કાર કરી શકાશે નહીં.

વીમા નિયામક ઇન્શયોરન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ બીમારીઓના દાયરામાંથી બહાર કરવાનું માનકીકરણ કરી દીધું છે તેનો મતલબ એ છે કે જો વીમા કંપની એપિલેપ્સી, કિડનીની ગંભીર બીમારી કે એચઆઇવી કે એઇડ્સને કવર કરવા માંગતી નથી તો તેના માટે ખાસ શબ્દનો ઉપયોગ થશે અને એક ખાસ વેટિંગ પીરિયડ (૩૦ દિવસથી એક વર્ષ) થશે, પછી કવર શરૂ થશે.

ઇરડાએ કહ્યું કે જો એક વ્યકિતને એક કંપનીથી બીજામાં ટ્રાન્સફર કરાય છે- જો તેને વેટિંગ પીરિયડના એક જરૂરી હિસ્સાને પૂરો કરી લીધો છે – ત્યારે નવી કંપની તેના પર માત્ર અનએકસફાયર્ડ વેટિંગ પીરિયડ લાગૂ કરી શકે છે.

આ અંગે વીમા ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે જેમ-જેમ મેડિકલ ટ્રીટમેન્ટનો વિકાસ થઇ રહ્યો છે અને નવી મેથડ સામે આવી રહી છે, વીમા કંપનીઓએ બીમારીઓને પણ કવર કરી શકશે.

વર્કિંગ કમિટીએ નવેમ્બર ૨૦૧૮માં ઇરડાને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં કહ્યું હતું કે વીમા કંપનીઓ અલ્જાઇમર, પાર્કિંસન, એચઆઇવી અને એઇડ્સ જેવી બીમારીને કવરમાંથી બહાર કરી શકતી નથી. ઇરડાનો નિર્ણય કમિટીની એ જ ભલામણો પર આધારિત છે.

(1:20 pm IST)