Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઉ.પ્રદેશઃ લાખો કર્મચારીઓને બેવડો ફાયદો

ડીએસ સાથે બોનસનો લાભ

નવી દિલ્હી તા.૧:સાતમા પગારપંચની ભલામણો અમલી બનવાનો ઇંતજાર વધી રહ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને આમા સતત નિરાશા જ હાથમાં આવી છે આ દરમ્યાન રાજયોએ પોતાના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાનું શરૂ કરી દીધુ છે ઉત્તર પ્રદેશના લાખો કર્મચારીઓ માટે કેન્દ્રના કર્મચારીઓની પહેલા હવે એક મોટી ખુશખબર છે. રાજયની યોગી સરકાર ઓકટોબરના અંત સુધીમાં ૧૮ લાખ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે સુત્રો પાસેથી મળેલી માહીતી અનુસાર ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓને ડીએના વધારા સાથે બોન્સ પણ મળશે.

ઉત્તરપ્રદેશ રાજયકર્મચારી સંયુકત પરિષદના ઝોનલ સેક્રેટરી આરકે વર્મા અનુસાર દિવાળી આસપાસ ડીએમાં ૨ ટકા વધારાની જાહેરાત થાય તેવી શકયતા છે.વર્માના કહેવા પ્રમાણે રાજયમાં જયારથી ૭મું પગાર પંચ અમલી બન્યું છે ત્યારથી નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં ૩ થી ૪ હજાર, જયારે મધ્યમ વર્ગના કર્મચારીઓના પગારમાં ૪ થી ૬ હજારનો વધારો થયો છે. પણ સૌથી વધુ ફાયદો લેવલ ૯ની ઉપરના અધિકારીઓને મળ્યો છે જેમના પગારમાં ૩ થી ૪ ગણો વધારો થયો છે એટલે નીચલા સ્તર અને ઉપલા સ્તરના પગારમાં અંતર બહુ વધી ગયું છે.

એક તરફ રાજય સરકારો પોતાના કર્મચારીઓના પગારમં સાતમા પગાર પંચ હેઠળ વધારો કરી રહી છે, જયારે કેન્દ્રીય કર્મચારીઓના ઇંંતઝાર વધી રહ્યો છે ૧૫ ઓગસ્ટે જાહેરાત ન થઇતેથી હવે કર્મચારીઓને આશા છે કે દિવાળી આસપાસ મોટી જાહેરાત થશે. જોકે પાંચ રાજ્યોની આગામી ચુંટણીને જોતા એવું લાગે છે કે તેમણે વધારે રાહ જોવી પડશે. કેમકે ચંુટણી જાહેર થયા પછી કેન્દ્ર સરકાર કોઇ મોટી જાહેરાત નહી કરી શકે એટલે ઓકટોબર મહીનામાં જ કોઇ ખુશખબર મળી શકે.

(4:11 pm IST)