Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભાજપે દિલ્હીમાં 500 કરોડનું કાર્યલય બનાવ્યુ પણ અયોધ્યામાં ભગવાન રામ તંબુમાં બેઠા છે

મોહન ભાગવત પણ રામ મંદિર મામલે મૌન;પ્રવીણ તોગડિયાના પ્રહાર

આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ફરીવાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદો ઉઠાવતા કહ્યુ કે, ભાજપે દિલ્હીમાં 500 કરોડનું કાર્યલય બનાવ્યુ પરંતુ  અયોધ્યામાં ભગવાન રામ હજુ તંબુમાં બેઠા છે. તોગડીયાએ આ પ્રકારનું નિવેદન જયપુરમાં આયોજિત એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન આપ્યુ  હતું. તોગડીયાએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે પોતાનું નવુ કાર્યલય બનાવાવ માટે ધ્યાને કેન્દ્રીત કર્યુ પરંતુ રામ મંદિરના નિર્માણ માટે ભાજપને કોઈપણ પ્રકારની ચિંતા નથી.

  પ્રવીણ તોગડીયાએ રામ મંદિર નિર્માણ મામલે આંદોલન કરવાની ચીમકી આપી છે. પ્રવીણ તોગડીયાએ કહ્યુ હતુ કે, રામ મંદિરના નિર્માણ માટે 21 ઓક્ટોબરના રોજ અયોધ્યા માટે કુચ કરવામાં આવશે, જેમાં લાખો લોકો જાડાશે. અયોધ્યામાં રામ મંદિર મામલે સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર નિર્માણ મામલે નિવેદન આપ્યુ હતું. જોકે બાદમાં મોહન ભાગવત પણ રામ મંદિર મામલે મૌન થયા છે.

  સંઘના વિચારમાં આવેલા બદલાવથી કરોડો હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. તોગડીયાએ વધુમાં કહ્યુ કે, રામ મંદિર નિર્માણ માટે ભાજપે સત્તામાં આવતા પહેલા કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજદીન સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવામાં આવ્યો નથી. સરકારે દેશની જનતાને માત્ર વાયદો કરીને વિશ્વાસઘાત કર્યો છે.

(12:39 pm IST)